ગાયનાં ઘીની અછત ઊભી થઇ

લમ્પિની અસર દૂધ અને ઘી ઉપર વર્તાવી શરૂ : અછતનો સમય શરૂ

થોડા મહિનાઓ અગાઉ કચ્છમાં લમ્પિ વાયરસથી ગાયોનાં મોટા પ્રમાણમાં મૃત્યુ થયા બાદ હવે તેની અસર કચ્છની બજારમાં ગાયના દૂધ અને ઘીમાં જોવા મળી રહી છે. હાલે કચ્છભરમાં ગાયનાં દૂધની ભારે અછત જોવા મળી છે. બીજી તરફ શિયાળાની સિઝનમાં ઘીનો વપરાશ પણ વધતો હોય છે. ત્યારે જ ગાયનાં દૂધની અછત હોવાથી ગાયનાં ઘીની પણ સારી એવી અછત ઊભી થઇ છે. ગ્રામીણ વિસ્તારના પશુપાલકો પાસેથી મળેલી માહિતી મુજબ હવે ગાયોમાં નવા વિયાણનું વેતર શરૂ થયું છે જેથી આગામી એકાદ મહિનામાં ગાયનાં દૂધની આવક વધશે જેથી અછતને નિવારી શકાશે. દરમ્યાન, હાલમાં ગાયનાં દૂધની અછતના પગલે દૂધ અને ઘીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *