ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો, પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો

અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી અને ગાંધીનગરમાં રહેતી મહિલા પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. લગ્ન સંબંધને લઈને થયેલી તકરારમાં તેના જ પરિણીત પ્રેમી મોહન પારગીએ ગળું દબાવીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મોહન પારગીને અમરેલીથી ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. આ હત્યા તેના પરિચિત મોહન પારગીએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

15 વર્ષનો સંબંધ, લગ્ન ન કરવા મામલે હત્યા

પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, રિંકલ વણઝારા અને મોહન પારગી કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા અને તેમના વચ્ચે છેલ્લા 15 વર્ષથી અંગત સંબંધો હતા. મોહન પારગી પરિણીત છે અને તેને 4 વર્ષનું બાળક પણ છે. 2015માં તેના લગ્ન થયા હતા. રિંકલ મોહન સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી, પરંતુ મોહન લગ્ન કરવા તૈયાર નહોતો. આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેના પગલે મોહને રિંકલની હત્યા કરી નાખી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *