ગાંધીધામમાં પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો

ગાંધીધામમાં પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો

ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી માટે સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ કચ્છના કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવી તથા પૂર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અન્સારીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પાર્ટી દ્વારા યોગ્ય અને સક્ષમ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત યોજાયેલા સ્ક્રિનિંગ કેમ્પમાં અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને ઇચ્છુક ઉમેદવારો હાજર રહ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

આ પ્રક્રિયામાં મહામંત્રી નિલેશ મેહતા, ગજરાજસિંહ રાણા, શક્તિસિંહ જાડેજા, રાયસીંભાઈ અને સંજય સરિયાંલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન ઉમેદવારોની યોગ્યતા, સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને લોકસેવાના અભિગમના આધારે પ્રાથમિક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં વધુ વિસ્તારોમાં આવી સ્ક્રિનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે મજબૂત પ્રતિનિધિત્વ ઉભું કરી શકાય.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *