ખુશ ખબર… રાજ્યમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્ર સ્થપાશે

ગાંધીનગર :
કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યકક્ષાના પ્રધાન બાબુલ સુપ્રિયોએ 8 માર્ચ, 2021ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રની સ્થાપના કરાશે.
પ્રોજેક્ટ લાયનની પરિકલ્પનાનો ઉદ્દેશ્ય એશિયાટીક લાયનના નિર્મૂલનના જોખમને દૂર કરવા અને એશિયાટીક લાયનની આગામી પેઢીઓનું વૈજ્ઞાનિક પધ્ધતિથી સંવર્ધન થાય તેવા પગલાં લેવાનો છે. આ પ્રોજેક્ટનો હેતુ એવું પણ સુનિશ્ચિત કરવાનો છે કે, સ્થાનિક સમુદાયો તેના મુખ્ય હિતધારકો બની રહે અને તેમને સિંહ સંવર્ધનથી લાભ થાય.
પરિમલ નથવાણી સૂચિત પ્રોજેક્ટ લાયનના અમલીકરણની યોજના સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે કે કેમ, બિમાર અને ઇજાગ્રસ્ત સિંહના ઇલાજ માટે ગીરમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની માહિતી, કેનાઇન ડિસ્ટેમ્પર જેવી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગીરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ- ઇન્ડિયન વેટરીનરી રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ (આઇ.સી.એ.આર.-આઇ.વી.આર.આઇ.)નું પેટા કેન્દ્ર શરૂ કરવામાં સહિતની વિગતો આ યોજનામાં સામેલ છે કે નહીં તે જાણવા માગતા હતા. ગુજરાત સરકારે ઉપલબ્ધ બનાવેલી માહિતી અનુસાર, બિમાર અને ઇજાગ્રસ્ત સિંહોના ઇલાજ માટે ગીરમાં બે હોસ્પિટલ અને સાત રેસ્ક્યુ સેન્ટર જેવી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *