કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.8 ની તીવ્રતા

કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો આવ્યો છે, દૂધઈથી 28 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.

કચ્છની ધરા સતત બીજા દિવસે પણ ધ્રુજી છે. દૂધઈથી 28 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે તેમજ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ છે.

કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી

કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પાપ્ત વિગતો મુજબ કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી છે. ભૂકંપના પગલે કચ્છના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે, છતના નળિયા સામાન્ય હલ્યા, વાસણો પડી ગયા અને લોકો ગભરાઇને ઘરની બહાર દોડી નીકળ્યા હતા

ભૂકંપ આવે તો શું કરવું ?

ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.

વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.

ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.

ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.

ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.

ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.

ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.

દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *