
અમદાવાદમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો છે. સોલા સિવિલની OPD માં ભીડ જોવા મળી રહી છે. તેમજ 12 હજારથી વધુ દર્દીઓની સંખ્યા તેમજ તબીબની સાવચેતી રાખવા અપીલ કરી હતી.
રાજ્યમાંથી શિયાળો વિદાય લઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારે ઠંડી અને બપોર બાદ શહેરીજનો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી એકાએક બપોર બાદ ગરમીનાં પ્રમાણમાં વધારો થતા શહેરીજનો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેમજ ગરમી વધતા રોગચાળાનાં કેસમાં પણ વધારો થયો છે.અમદાવાદ સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનનાં 103 દર્દીઓ દાખલ થયા છે. તેમજ સિવિલ હોસ્પિલટનાં આરએમઓ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચન પણ કર્યું છે.
12 હજારથી વધુ દર્દીઓની સંખ્યા નોંધાઈ
અમદાવાદ શહેરમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. જેથી તાવ, ખાંસીનાં કેસોમાં વધારો થયો છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં OPD માં દર્દીઓની ભીડમાં વધારો થયો છે. 12 હજારથી વધુ દર્દીઓની સંખ્યા નોંધાઈ છે. જેમાંથી ચાર હજાર દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં બેવડી ઋતુએ રોગચાળો વધાર્યોઃ ડો.દેવાંગ શાહ (RMO, સોલા સિવિલ હોસ્પિટલ)
આ બાબતે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ RMO નાં ડો. દેવાંગ શાહે જણાવ્યું હતું કે, શહેરમાં બેવડી ઋતુએ રોગચાળો વધાર્યો છે. તેમજ મિશ્રઋતુનાં કેસ વધતા તબીબોએ લોકોને ચેતવ્યા હતા. તેમજ મિશ્ર ઋતુમાં બહારનું ખાવાનું ટાળવા સૂચન કર્યું હતું. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ વાયરલ ઈન્ફેક્શનનાં 103 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. બાળકોની ઓપીડી વધતા તબીબે સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમજ બાળકોની ઓપીડી 100 થી વધુ નોંધાવા પામી છે.