
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો, કોલેરાના 19 કેસ
અમદાવાદમાં ગરમી વરસાદ પહેલા જ પાણીજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં ઝાડા-ઉલ્ટીના 468 કેસ, કમળાના 73, ટાઈફોઈડના 156 અને કોલેરાના 19 કેસ નોધાયા છે. શહેરના અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, લાંભા, ઈન્દ્રપુરી, રામોલ-હાથીજણ, નરોડા અને નવરંગપુરામાં કોલેરાના વધુ દર્દીઓ જોવા મળ્યા છે.