
અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગની સાઈટ પર ભેખડ ધસી, બે શ્રમિકો દટાયા
અમદાવાદના નિકોલ વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગની સાઈટ પર ભેખડ ધસી પડી. નિકોલની કિંગ સ્ટોન કન્સ્ટ્રકશન સાઈટનો આ બનાવ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ: અમદાવાદના નિકોલમાં નિર્માણાધીન બિલ્ડિંગની સાઈટ પર ભેખડ ધસી પડી, ભેખડ ધસી પડતા 2 શ્રમિક દબાયા, જેમાંથી 1ને બહાર કાઢી લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, કિંગ સ્ટોન કન્સ્ટ્રકશન સાઈટ પર બની રહેલી બિલ્ડિંગની ભેખડ ધસી પડતા તેની નીચે બે શ્રમિકો દબાયા હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટના પછી ફાયરબ્રિગેડ અને ઓઢવ પોલીસે રેસ્ક્યૂ કામગીરી કરી શરૂ કરી દીધી છે.