અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ

અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ:રિવરફ્રન્ટ પર આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ, ગુજરાતની મહેમાનગતિ માણી વિદેશી પતંગબાજો ખુશખુશાલ

ગુજરાતની આગવી ઓળખ સમાન ઈન્ટરનેશન કાઈટ ફેસ્ટિવલનો આજ(11 જાન્યુઆરી)થી રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાઈ રહેલા પતંગોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. મુખ્યમંત્રીએ પણ પતંગ પર હાથ અજમાવ્યો હતો. અમદાવાદના આંગણે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લેવા માટે દેશના 11 રાજ્યોમાંથી 52 અને 47 દેશોમાંથી 143 પતંગબાજો આવી પહ્યોંચ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટનું આકાશમાં રંગબેરંગી પતંગો છવાયેલી જોવા મળી હતી. અવનવી પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ બાળકો સાથે પહોંચ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *