
ગુજકોસ્ટ ના સહયોગથી નિસર્ગ વિમેન સાયન્સ ક્લબની બહેનોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વિમેન સાયન્સ ક્લબ બનાવવામાં આવી છે જેમાં 150 જેટલી બહેનો જોડાઈ છે આ ક્લબના ઉપક્રમે દર માસે વૈજ્ઞાનિક અભિગમ સાથે કોઈના કોઈ પ્રગતિશીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
ગુજકોસ્ટ ના સહયોગથી નિસર્ગ વિમેન સાયન્સ ક્લબની બહેનોની શૈક્ષણિક પ્રવાસ યોજાયો.જેમાં રીજીઓનલ સાયન્સ સેન્ટર,પાટણ,પાટણની ઐતિહાસિક રાણકી વાવ,પટોળા,અને મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લેવામાં આવી હતી. રીજીઓનલ સાયન્સ સેન્ટર,પાટણના નિયામક, ડૉ. સુમિત શાસ્ત્રી ધ્વારા કલબની બહેનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને જુદી-જુદી ગેલેરી વિષે માહિતી આપવામાં આવી અને બહેનો વિજ્ઞાન ક્ષેત્રમાં વધુમાં વધુ રસ દાખવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

નિષ્ણાત ગેલેરી ગાઇડ દ્વારા RSC પાટણ ખાતે આવેલ 5 જુદી-જુદી અત્યાધુનિક ટેક્નોલોજીનો પ્રદર્શિત કરતી લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી, હાઇડ્રોપોનિક્સ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી, કેમેસ્ટ્રી, ઓપ્ટિક્સ ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ફાઈવ- ડી થિયેટરની મજા માણી હતી આ પ્રકારનો સાયન્સ સેન્ટર જોઈને બહેનો ખૂબ જ આનંદ અનુભવ્યો હતો.
વૈજ્ઞાનિક પદ્ધતિથી પાટણના પટોળાનું વણાટકામ કઈ રીતે કરવામાં આવે છે તે નિહાળ્યું હતું.ત્યાર બાદ પાટણની રાણકીવાવ કે જેનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયેલો છે તેની મુકાલાત લીધી હતી.અને તેનો ઈતિહાસ અને વાવની અદ્ભુત કલાકૃતિ વિષે માહિતી મેળવી હતી. ત્યાર બાદ સુપ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાં બહેનોએ મંદિરની હસ્તશિલ્પના ઉત્કષ્ટ નમૂના નિહાળ્યા હતા તેમજ સૂર્ય ના કિરણો મંદિરના ગર્ભગૃહ માં પ્રવશે છે તેની માહિતી મેળવી હતી.તેમજ લાઈટ એન્ડ સાઉન્ડ શો ની મજા માણી હતી.

આ સમગ્ર પ્રવાસનું આયોજન નિસર્ગ સાયન્સ સેન્ટર ના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.અનીલ પટેલના માર્ગદર્શન હેઠળ વિમેન સાયન્સ ક્લબના કન્વીનર મીતા ભટ્ટ,અને સહ કન્વીનર દીપિકા વાઘેલા ધ્વારા કરવામાં આવ્યું હતું.