
World Milk Day 2025 World Milk Day 2025 : દૂધ પીવાથી શરીરને શક્તિ મળશે. દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દૂધના ઘણા ફાયદા આપણે બાળપણથી લઇને અત્યાર સુધી સાંભળ્યા છે. ભારતમાં દૂધનો સૌથી વધુ ઉપયોગ થાય છે. દૂધના આ મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ (વર્લ્ડ મિલ્ક ડે) તરીકે ઉજવવામાં આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે 1 જૂનના રોજ વર્લ્ડ મિલ્ક ડે કેમ ઉજવવામાં આવે છે અને ક્યાંથી તેની શરૂઆત થઈ હતી.
શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ મિલ્ક ડે?
World Milk Day 2025 : મિલ્ક ડે ઉજવવાનો હેતુ લોકોને દૂધના ફાયદા જણાવવાનો છે. આ દિવસ લોકોને દૂધથી સ્થાનિક અર્થવ્યવસ્થાઓ અને સમુદાયોને કેવી રીતે ફાયદો થાય છે તે વિશે પણ માહિતગાર કરે છે. એફએઓના જણાવ્યા અનુસાર લગભગ છ અબજ લોકો ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ડેરીનો વ્યવસાય એક અબજથી વધુ લોકોને તેમની આજીવિકા ચલાવવામાં મદદ કરે છે.
World Milk Day 2025 : વર્લ્ડ મિલ્ક ડે નો ઇતિહાસ?
World Milk Day 2025 : દૂધ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 1 જૂને વર્લ્ડ મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા વર્ષ 2001માં વર્લ્ડ મિલ્ક ડે ની ઉજવવાની શરૂઆત કરી હતી. પહેલીવાર વર્લ્ડ મિલ્ક ડે 1 જૂન, 2001ના રોજ ઉજવવામાં આવ્યો હતો. મિલ્ક ડે મનાવવા પાછળનું કારણ લોકોને દૂધના ફાયદા વિશે જણાવવાનું છે. દૂધ પીવું શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. ડોક્ટરો પણ ક્યારેક બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી દૂધ પીવાની સલાહ આપે છે. કારણ કે દૂધમાં અનેક પ્રકારના વિટામિન અને પ્રોટીન મળી આવે છે.
World Milk Day 2025 : ૧લી જૂન – વિશ્વ દૂધ દિવસ
World Milk Day 2025 : વાર્ષિક ૧૮ મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭.૫ ટકા
World Milk Day 2025 : ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૫.૭ ટકા, જ્યારે ગુજરાતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૯.૨૬ ટકાના દરે તેજ ગતિ વધ્યું
છેલ્લા બે દાયકામાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં ૧૧.૮ મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા ક્રમે
World Milk Day 2025 : ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૩૮ ટકા વધીને ૭૦૦ ગ્રામ/દિન થઇ
પશુઓની સારવાર સેવા માટે રાજ્યમાં ૫૮૭ ફરતા પશુ દવાખાના તેમજ ૪,૨૭૬ પશુ ચિકિત્સકો ઉપલબ્ધ
World Milk Day 2025 : વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧લી જૂનને “વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક પોષકતત્વો ધરાવતું દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહિ, પરંતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો લોકોની આજીવિકાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે. આજે વિશ્વનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૨ (બે) ટકાના દરે વધી રહ્યું છે, જ્યારે ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૫.૭ ટકાના દરે તેજ ગતિએ વધી રહ્યું છે. ભારતની કુલ GDPમાં લગભગ ૪.૫ ટકા જેટલો ફાળો ડેરી ઉદ્યોગ ક્ષેત્રનો છે.
World Milk Day 2025 : દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં પ્રથમ
ભારત વર્ષ ૧૯૯૮થી આજ દિન સુધી દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ રહ્યું છે. ભારત દેશ વાર્ષિક ૨૩૯ મિલિયન ટન જેટલા દૂધ ઉત્પાદન સાથે વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ૨૫ ટકા જેટલો ફાળો ધરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા કરાયેલી વિવિધ પહેલોના પરિણામે દર વર્ષે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં તેજ ગતિએ વધારો થઇ રહ્યો છે. માત્ર છેલ્લા એક દાયકામાં જ દેશના દૂધ ઉત્પાદનમાં ૬૩ ટકા જેટલો વધારો નોંધાયો છે. આટલું જ નહિ, દેશમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૪૮ ટકા વધીને આજે ૪૭૧ ગ્રામ પ્રતિ દિન થઇ છે.
World Milk Day 2025 : ગુજરાતના દૂધ ઉત્પાદનમાં સતત વધારો
ગુજરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ આજે વાર્ષિક ૧૮ મિલિયન ટન દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ૭.૫ ટકા જેટલો ફાળો આપી રહ્યું છે. રાજ્ય સરકારના સફળ પ્રયાસોથી છેલ્લા બે દાયકામાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં ૧૧.૮ મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. આ બે દાયકા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ ૯.૨૬ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. આટલું જ નહિ, ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૩૮ ટકા વધીને આજે ૭૦૦ ગ્રામ પ્રતિ દિન થઇ છે.
World Milk Day 2025 : દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે રાજ્ય સરકરના સફળ પ્રયાસો
World Milk Day 2025 : દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવવા માટે સારી નસલના પશુ, પશુઓનું સારું સ્વાસ્થ્ય અને સરકારની ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે જ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના પશુઓને ગુણવત્તાયુક્ત અને ઉત્તમ પશુ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર હતો. જેના પરિણામ સ્વરૂપે આજે રાજ્યમાં પશુ ચિકિત્સા-સારવારનું સુદ્રઢ માળખું ઉભું થયું છે.
World Milk Day 2025 : ગુજરાતનું સુદ્રઢ પશુ સારવાર માળખું
ગુજરાતના મહામૂલા પશુધન માટે હાલ રાજ્યમાં ૯૨૯ પશુ દવાખાના, ૫૫૨ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, ૫૮૭ ફરતા પશુ દવાખાના, ૩૪ વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય અને ૨૧ પશુ રોગ અન્વેષણ એકમો કાર્યરત છે. આ ઉપરાંત પશુઓને સારવાર-રસીકરણ સહિતની સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં અત્યારે કુલ ૪,૨૭૬ પશુ ચિકિત્સકો નોંધાયેલા છે. આ સુદ્રઢ પશુ આરોગ્ય માળખાના માધ્યમથી રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડીને રાજ્ય સરકાર ‘દરેક જીવને અભયદાન‘નો મંત્ર ખરા અર્થમાં સાર્થક કરી રહી છે.
પશુ સંવર્ધન માટે પશુપાલકોને સહાય
World Milk Day 2025 : પશુઓની ઉત્તમ સારવાર ઉપરાંત પશુપાલકો દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પશુ સંવર્ધનને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સારી નસલના પશુઓની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને નજીવા દરે પશુઓમાં સેક્સ્ડ.સીમેન ડોઝ આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેનો સફળતા દર ૯૦ ટકાથી વધુ છે. એટલે કે, સેકસ્ડ સીમેન ડોઝ બાદ ૯૦ ટકા પશુઓ વાછરડીને જન્મ આપે છે. આ ઉપરાંત પશુઓમાં થતા IVFના ખર્ચને પહોંચી વળવા સરકાર દ્વારા પશુપાલકોને સબસીડી આપવામાં આવી રહી છે.
World Milk Day 2025 : રાજ્ય સરકારના બહુલક્ષી પ્રયાસોના પરિણામે જ આજે ગુજરાતમાં ડેરી ઉદ્યોગ ખૂબ જ વિકસિત બન્યો છે અને રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનો ફાળો આપી રહ્યો છે. ગામડાંઓમાં પશુપાલન એ લાખો પરિવારો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આવા દૂધ ઉત્પાદક પરિવારોને અમૂલ જેવી સહકારી સંસ્થાઓએ એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેથી રાજ્યના પશુપાલકો પણ આજે આત્મનિર્ભર બન્યા છે. આગામી સમયમાં ગુજરાતને દેશનું અગ્રેસર દૂધ ઉત્પાદક રાજ્ય બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
કેરળ અને છેક કોલકાતા સુધી `કચ્છી દૂધ’નો દબદબો

World Milk Day 2025 : એ સત્ય દૂધ જેવું ચોખ્ખું છે કે, પીનારા સમાજ, પશુધન તેમજ પશુપાલકો માટે દૂધ જીવનની જડીબુટ્ટી બનતું રહ્યું છે. સંસ્કૃત ભાષામાં જેને `ક્ષીર’ કહેવાય છે, એ દૂધ સમસ્ત સૃષ્ટિ માટે `અક્સીર’ ઔષધિ છે… `વૈશ્વિક આહાર’ તરીકે જગતે અપનાવેલાં. દૂધનાં માનમાં છેલ્લા અઢી દાયકાથી ઊજવાતા વિશ્વ દૂધ દિવસ’ની પૂર્વ સંધ્યાએ કચ્છમાં દૂધનાં ઉત્પાદનથી માંડીને દૂધ ઉત્પાદકોનાં અર્થતંત્રમાં આવેલા બદલાવની રોચક વિગતો જાણવા મળી. રોજ સવાર પડતાંની સાથે કચ્છી પશુઓ સાડા સાત લાખ લિટરથી વધુ દૂધ બજારને આપે છે અને દૂધની સાથોસાથ દૂધાળા પશુઓથી રણપ્રદેશના પશુપાલકોને વર્ષે એક હજાર કરોડ રૂપિયાથી વધુ કમાણી થાય છે. છેલ્લા સાડા ચાર દાયકામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે સહકારી માળખાંના ઉદય અને પછી ચડાવ-ઉતારની અનિશ્ચિતતાઓ વચ્ચે અકળાતા રહેલા દૂધના કારોબારે આજે `સરહદ ડેરી’નાં નામે લોકપ્રિય સહકારી માળખાંની `મનભેર’ મદદ મળતાં આંખો આંજી નાખે તેવી પ્રગતિ કરી છે.
World Milk Day 2025 :સહિયારા પ્રયાસોથી કચ્છનાં દૂધની દેશમાં બોલબાલા રણપ્રદેશનું પશુપાલન તંત્ર, સરહદ ડેરી, માહી ડેરી, સહજીવન જેવી સંસ્થાઓના સહિયારા પ્રામાણિક પ્રયાસોથી માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાં વિવિધ રાજ્યોની બજારોમાં કચ્છી દૂધનો દબદબો છે.
World Milk Day 2025 : કચ્છના કુરિયન’નું માનકારી બિરુદ મેળવનારા અમૂલના ઉપાધ્યક્ષ અને સરહદ ડેરીના અધ્યક્ષ વલમજીભાઈ હુંબલનાં દૃષ્ટિવાન નેતૃત્વ હેઠળ 80 હજારથી વધુ પશુપાલક સભ્ય તેમજ 900થી વધુ મંડળીઓ સાથે મજબૂત બનેલાં સક્ષમ સહકારી માળખાંની મહેનતનાં કારણે આજે કચ્છી દૂધ અને તેમાંથી બનતી દહીં, છાસ, ઘી, પનીર તેમજ આઈસક્રીમ જેવી બનાવટોની વિવિધ રાજ્યોની બજારોમાં બોલબાલા છે.
રોજનું ત્રણ લાખ લિટર દૂધ તો દહીં અને છાસ બનાવીને કચ્છની બજારને પૂરું પડાય છે, તો 20 હજાર લિટર દૂધમાંથી આઈસક્રીમ બનાવીને ગુજરાતની સાથોસાથ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, કેરળ, કોલકાતાની બજારોમાં રોજેરોજ જાય છે.
World Milk Day 2025 :સરહદ ડેરી દૂધની વિવિધ પેદાશોની વિદેશ નિકાસ કરશે અમૂલના વાઈસ ચેરમેન અને સરહદ ડેરીના અધ્યક્ષ વલમજીભાઈ હુંબલે મહત્ત્વની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરહદ ડેરી દૂધમાંથી બનતી દહીં, ઘી, પનીર, આઈસક્રીમ એ ચાર વસ્તુની વિદેશમાં નિકાસ કરવાની તૈયારી કરી રહી છે.
ગુજરાતની બહાર બજાર ધરાવતી અને આઈસક્રીમ પ્લાન્ટ ધરાવતી એકમાત્ર સરહદ ડેરી ફૂડ સેફ્ટી સિસ્ટમ સર્ટિફિકેશન (એફએસએસસી) 2022 પ્રમાણિત ડેરી છે, તેવું સરહદ ડેરીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નીરવભાઈ ગુંસાઈ કહે છે. મધ્યપ્રદેશના દમોહ અને પન્ના બે જિલ્લામાં એપ્રિલથી દૂધ સંપાદન શરૂ કરી આજે 20 કેન્દ્ર ધમધમી રહ્યાં છે.
World Milk Day 2025 : આવતાં વર્ષે પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરાશે. દૂધના ભાવ 18 વર્ષમાં ત્રણ ગણા વધ્યા `સહજીવન’ સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટી કહે છે કે, દૂધના કારોબારથી હિતધારક પશુપાલક સમુદાયનાં જીવનધોરણમાં સમયાંતરે આવેલા `સુધારા તરફી’ પરિવર્તનની ખાતરી એક જૂનાં સર્વેક્ષણના આંકડા કરાવી આપે છે.
એ સર્વે મુજબ, ગાયનું દૂધ 12 રૂપિયે લિટર અને 15 રૂપિયે લિટરના ઓછા ભાવે ભેંસનું દૂધ માલધારી સમુદાયને મજબૂરીમાં વેચવું પડતું. અને આજે જુઓ, 18 વર્ષના સમયગાળા પછી કેવો બળૂકો બદલાવ આવ્યો છે કે, દૂધના ભાવ ત્રણ ગણા વધી ગયા છે.
World Milk Day 2025 : આજની તારીખ ગાયના સરેરાશ 40થી 50 અને ક્યાંક 52-55 રૂપિયા અને ભેંસનાં દૂધના સરેરાશ 60-65 રૂપિયા ભાવ ઉપજે છે. આમ, દૂધ ઉત્પાદન અને દૂધની બનાવટોનાં વેચાણ સુધી સહકારી માળખાંની સફળતારૂપે પશુપાલક સમુદાય
અદ્ધર’માંથી `સદ્ધર’ બનવા ભણી આગળ વધી ચૂક્યો છે. પ્રગતિની પારાશીશી સમાન આ પરિવર્તન જ રણપ્રદેશમાં ખરા અર્થમાં શ્વેતક્રાંતિ થઈ ચૂકી હોવાની પ્રતીતિ કરાવે છે. દૂધ ઉત્પાદનના કદાવર સહકારી જૂથ અમૂલ (ગુજરાત સહકારી દૂધ બજાર સંઘ) (જી.સી.એમ.એમ.એફ.), સરહદ ડેરી, સહજીવન સંસ્થાના સહિયારા-પ્રામાણિક પ્રગાસોનું પ્રભાવશાળી પરિણામ એ આવ્યું છે કે, દેશની સર્વપ્રથમ ઊંટડીનાં દૂધની ડેરીની ભેટ કચ્છે દેશને આપી.

રોજ પાંચ હજાર લિટર ઊંટડીનું દૂધ ઉત્પાદન સહકારી ક્ષેત્રના કદાવર નેતા વલમજી ભાઈ હુંબલ નાંનેતૃત્વ હેઠળ સરહદ ડેરી આજની તારીખે રોજનું પાંચ હજાર લિટર ઊંટડીનું દૂધ એકત્ર કરે છે. કચ્છના 350થી વધુ ઊંટપાલકોને દરવર્ષે આઠથી નવ કરોડ રૂપિયાનું ચૂકવણું સરહદ ડેરી દ્વારા કરાય છે.
આ કંઇ સામાન્ય વાત નથી, એક સમયે જે માલધારી માસિક માંડ પાંચથી સાત હજાર કમાઈને પણ હાંફી જતા, એ જ ઊંટપાલકો આજે મહિને 35થી 40 હજારની આવક મેળવતા થઈ ગયા છે. સમગ્ર દેશમાં ઊંટની સંખ્યા સતત ઘડતી જાય છે, પરંતુ કચ્છ એકમાત્ર એવો પ્રદેશ છે,
World Milk Day 2025 : જ્યાં `રણનાં વહાણ’ની વસ્તી વધતી જઈ રહી છે. કચ્છમાં 2012માં ઘટીને 7900 થઈ ગયા પછી પશુધન ગણતરી મુજબ, 2019માં વધીને ઊંટની સંખ્યા 9,042 થઈ ગઈ. સહજીવન સંસ્થાના તાજેતરના આંકડા અનુસાર આ લખાઈ રહ્યું છે,
ત્યારે રણપ્રદેશમાં ઊંટની વસ્તી 10 હજારને પાર કરી ગઈ છે. કચ્છમાં શરૂ કરાયેલી દેશની પ્રથમ ઊંટડીનાં દૂધની ડેરીએ આ અનોખાં દૂધાળાં પશુની ઘટતી વસ્તી વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
આમ, એવું કહી શકાય કે, કાળાં માથાંના માનવીને પોષણ પૂરું પાડવાની સાથોસાથ દૂધ પશુઓની પ્રજાતિનાં અસ્તિત્વનો આધારસ્તંભ પણ બન્યું છે.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો