WORLD ENVIRONMENT DAY-YEAR 2025 : માંડવી જાયન્ટ્સ ગ્રુપ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

WORLD ENVIRONMENT DAY-YEAR 2025 : માંડવી જાયન્ટ્સ ગ્રુપ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

WORLD ENVIRONMENT DAY-YEAR 2025
WORLD ENVIRONMENT DAY-YEAR 2025

WORLD ENVIRONMENT DAY-YEAR 2025 : પર્યાવરણ દિન ની ઉજવણી ના ભાગરૂપે મેઘમંગલ નગર મધ્યે વૃક્ષોનું વાવેતર પ્રકૃતિ પ્રેમી માંડવી ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે ના હસ્તે કરવામાં આવ્યું જાયન્ટ્સ ગ્રુપ ના રાજેશ ભાઈ સોની (SMO) દ્વારા પધારેલા મહેમાનો ને આવકારાયા હતા.

ત્યારબાદ હવેલી ચોક ભગવાન સત્ય નારાયણ ના મંદિર પાસે તુલસી સહિત ફૂલો ના છોડનું વિતરણ જાયન્ટ્સ ગ્રુપ માંડવી દ્વારા કરવામાં આવ્યું

WORLD ENVIRONMENT DAY-YEAR 2025 : જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ જાળવણી ના કાયમી પ્રોજેક્ટ કરતી રહી છે અને માંડવી મધ્યે ત્રણ જગ્યાએ ઉપવન બનાવી કાયમી વૃક્ષોનું વાવેતર અને જતન કરતી રહી છે. તે ઉપરાંત પણ પોલીસ સ્ટેશન અને મંદિરો, શાળાઓ વગેરે જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરતી રહી છે.

દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) ઉજવવામાં આવે છે, જેનું મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની સુરક્ષા અને સંરક્ષણ માટે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસનો આરંભ 1973માં થયો હતો અને તે પછીથી દર વર્ષે ઉજવાતો રહ્યો છે. આ વર્ષે, 2025માં, આ દિવસ “પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરો” (End Plastic Pollution) થીમ હેઠળ ઉજવાઈ રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણને ઘટાડવાનો છે

WORLD ENVIRONMENT DAY-YEAR 2025 : આજ ના કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધદવે, કાઉન્સિલર પારસ સંઘવી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માંથી જયાબેન ચૌધરી (RFO), અબ્દુલભાઈ ભંભરા (વનપાલ), હીરબાઈ ગઢવી (વન રક્ષક), નિષ્ઠાબેન ગઢવી (વન રક્ષક), યુનિટ ડાયરેક્ટર યોગેશ મહેતા, માંડવી જાયન્ટ્સ પ્રમુખ હિંમતસિંહ જાડેજા, મંત્રી યોગેશ ભટ્ટ, ઓફિસર દિપક સોની, પર્યાવરણ વાઇસ ચેરમેન અને SMO રાજેશ સોની, ઉપ-પ્રમુખ હર્ષ ત્રિવેદી, IPP પરેશ સોની, સહમંત્રી પિયુષ પંચાલ, પરાગ પરમાર, અશોક ઠક્કર, ચંપક મામતોરા, અરવિંદ જેઠવા, વસંતગીરી ગોસ્વામી, ચેતન જોશી અને પ્રતાપ પઢિયાર હાજર રહ્યા હતા

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *