અમે તમને રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોનને એકદમ સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છે

કોરોનાને કારણે હવે લોકો પહેલાં કરતાં વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. એવામાં બધી ટેલિકોમ કંપનીઓ એકથી એક ચડિયાતી સ્કીમો લાવીને ગ્રાહકોને આકર્ષિત કરવા માંગે છે. ત્યારે ઘણાં યુઝર્સને વધુ ડેટાવાળા સસ્તા પ્લાન જોઈતા હોય છે. ઘણાં લોકોને રોજ મળતો ડેટા પણ ઓછો પડે છે. જેથી આજે અમે તમને એવા સસ્તા પ્લાન વિશે જણાવીશું, જેની કિંમત માત્ર 11 રૂપિયાથી શરૂ થાય છે. અમે તમને રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોનને એકદમ સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છે. 

Vi Data Plan: Vi 16 Plan

20 રૂપિયાથી ઓછી કિંમતના આ ડેટા પ્લાન યુઝર્સને 1 જીબી ડેટા ઓફર કરે છે, પરંતુ આ પ્લાન સૌથી ઓછી વેલિડિટી આપે છે, નોંધનીય બાબત એ છે કે આ પ્લાન સાથે તમને ફક્ત 24 કલાકની વેલિડિટી મળશે. આ પછી વોડાફોન આઈડિયાનો અન્ય ડેટા પ્લાન 48 રૂપિયાનો છે અને આ પ્લાન સાથે તમને 3 જીબી ડેટા મળે છે અને આ ડેટા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

Reliance Jio 11 Plan

જિયોનો 11 રૂપિયાવાળો પ્લાન સૌથી સસ્તો છે. આ પ્લાનમાં યુઝર્સને 1 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે અને આ જિયો ડેટા પ્લાનની ખાસ વાત એ છે કે, તેની વેલિડિટી તમારા હાલના પ્લાન જેટલી હશે. એ પછી અન્ય બેસ્ટ ઓપ્શન માટે યુઝર્સ 21 રૂપિયાના પ્લાનમાં રિચાર્જ કરાવી શકે છે. તેમાં 2 જીબી એક્સ્ટ્રા ડેટા મળે છે અને પ્લાનની વેલિડિટી તમારા વર્તમાન પ્લાન જેટલી હશે. આ એક ડેટા પ્લાન છે. 

Airtel Data Plan: Airtel 48 Plan

એરટેલનો આ પ્લાન અહીં  જણાવેલી લિસ્ટમાં સૌથી મોંઘો છે. તેની કિંમત 48 રૂપિયા છે પરંતુ આ પ્લાનમમાં 3 જીબી ડેટા મળે છે અને આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન ડેટા સાથે જ આવે છે. એટલે કે આમાં અન્ય બેનિફિટ્સ નહીં મળે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *