WALL COLLAPSED IN BHAYLI : વડોદરા શહેરના ભાયલી ગામની ખખડધજ બનેલી ગૃહ વિકાસ સહકારી મંડળીની દિવાલ મોડી રાત્રે ધરાશાયી

WALL COLLAPSED IN BHAYLI : વડોદરા શહેરના ભાયલી ગામની ખખડધજ બનેલી ગૃહ વિકાસ સહકારી મંડળીની દિવાલ મોડી રાત્રે ધરાશાયી

WALL COLLAPSED IN BHAYLI
WALL COLLAPSED IN BHAYLI

WALL COLLAPSED IN BHAYLI : વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામની ખખડધજ બનેલી ગૃહ વિકાસ સહકારી મંડળીની દિવાલ મોડી રાત્રે ધડાકાભેર તૂટી પડી હતી. સદભાગ્યે રાતના તૂટી પડેલી દિવાલ દિવસે ધરાશાયી થઈ હોત તો અચૂક જાનહાની સહિત મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

શહેરના છેવાડે ભાયલી ગૃહ વિકાસ સહકારી મંડળી જર્જરીત હાલતમાં છે. અનેક પરિવારો અહીંયા રહે છે. સીલિંગમાંથી કેટલી વાર પોપડા ખરે છે અને સળિયા દેખાય છે. સામાન્યત બંધ રહેતી આ જગ્યાએ વિકાસ સહકારી મંડળીમાં અવારનવાર મીટીંગ થાય છે.

આ જર્જરિત ઇમારત અંગે પાલિકા સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવે છે. પાલિકાના વોર્ડ નં. 10ના કોર્પોરેટરોનું ધ્યાન દોરવા છતાં પણ ક્યારેય દેખાય નથી. હવે આ જર્જરિત ઇમારત ઉતારી લેવા અથવા રીનોવેશન કરવાનું અતિ આવશ્યક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *