VISA CONSULTANT TOOK 102 CRORES : અમદાવાદના એજન્ટની વિઝા એજન્ટ દ્વારા 1.02 કરોડની છેતરપિંડી

VISA CONSULTANT TOOK 102 CRORES : ગાંધીનગરના બોરીસણામાં રહેતા ડીકેશ દિપકભાઈ ખમાર, જેઓ મેડ ઇઝી ઓવરસીઝ વીઝા કન્સલટન્સી ચલાવે છે, તેમની સાથે વિઝા એજન્ટ દ્વારા 1.02 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. નવેમ્બર 2024માં ડીકેશભાઈના મિત્ર પ્રકાશભાઇ સોલંકીએ તેમને ઉર્જીત સત્ચીત કવી નામના વ્યક્તિનો પરિચય કરાવ્યો હતો. ઉર્જીત ઓસ્ટ્રેલીયા, યુએસએ અને કેનેડાના જોબ સાથેના પી.આર વિઝા કરી આપવાનું કામ કરતો હતો.
ડીકેશભાઈએ પોતાના 10 ક્લાયન્ટના વિઝા માટે ઉર્જીત સાથે મિટિંગ કરી હતી. 24 નવેમ્બર, 2024ના રોજ તેમણે ક્લાયન્ટોના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો વ્હોટસએપ મારફતે ઉર્જીતને મોકલી આપ્યા હતાં. ઉર્જીતે ડીકેશભાઈને ટુકડે-ટુકડે નાણાં આપવાનું કહ્યું, જેથી તેમને વિશ્વાસ આવ્યો હતો. ડીકેશભાઈએ અલગ-અલગ સ્થળોએ ઉર્જીતને પૈસા આપ્યા હતાં. કેટલાક પૈસા તેમના મિત્ર નરેન્દ્રભાઇ પટેલની સીનરજી સ્પેશ સરગાસણ ખાતેની ઓફિસમાં આપ્યા હતાં. અન્ય રકમ ઉર્જીતની ઓફિસ, વૈષ્ણોદેવી સર્કલ ખાતે ઉર્જીતના સ્ટાફ અભીષેકભાઈ અને થલતેજ ખાતે સદફ બગાડીયાને આપી હતી. આમ કુલ મળીને ડીકેશભાઈએ એક કરોડ બે લાખ પાંચ હજાર ચારસો રૂપિયા ઉર્જીતને આપ્યા હતાં. ત્યારબાદ ઉર્જીત વારંવાર ફોન કરીને કહેતો કે, જો તેઓ વધુ કામ આપશે તો જ અગાઉના કામ પૂરા કરશે, નહીંતર અટકાવી દેશે.
8 માર્ચ, 2025 સુધીમાં ડીકેશભાઈએ ઉર્જીતને આશરે 10 ફાઇલો આપી હતી. ઉર્જીતે ટી.સી.પી કોર્પોરેટ સોલ્યુસન્સ પ્રા.લી. અને ધ કેરીયર પ્રોફેસનલ્સના બિલની પહોંચ આપી હતી. ઉર્જીતે વિશ્વાસ જીતવા માટે વિઝા, ડિપ્લોમા, ડિગ્રી, સ્પોન્સરલેટર, પીઆર કાર્ડ, એલએમઆઇએ લેટર વગેરે દસ્તાવેજો મોબાઇલ પર મોકલ્યા. પરંતુ ચકાસણી કરતાં આ તમામ દસ્તાવેજો બનાવટી હોવાનું જણાયું હતું.

VISA CONSULTANT TOOK 102 CRORES : આ અંગે પૂછપરછ કરતાં ઉર્જીત ઉશ્કેરાઈ ગયો અને તમામ ફાઇલો પરત કરી દીધી. તેણે 45 દિવસમાં પૈસા પરત કરવાનો વાયદો કર્યો અને 10 ચેક આપ્યા હતાં, જે બેંકમાં જમા કરાવતાં પરત આવ્યા હતાં. ત્યારબાદ તેણે વધુ 14 ચેક આપ્યા, જે પણ પરત ફર્યા હતા. આખરે સમગ્ર મામલે ઈન્ફોસિટી પોલીસ મથકે ઉર્જીત કવિ (રહે. આકાંક્ષા સેવી, સ્વરાજ ફેસ -1, ગોદરેજ ગાર્ડન સિટી સામે, ગોતા,જગતપૂર) ગુનો દાખલ કરવામાં આવ્યો છે.