
વાંકાનેર પંથકમાં વાહન ચોરીના બનાવો પ્રકાશમાં આવ્યા હોય જેમાં ઇકો કાર ચોરીના બનાવની તપાસ ચલાવતા વાંકાનેર સીટી પોલીસ ટીમે એક ઈસમને બે ચોરાઉ ઇકો કાર સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેર પંથકમાં વાહન ચોરીના ગુનાઓમાં આરોપીને શોધી કાઢવા ટીમ કાર્યરત હોય દરમિયાન ઇકો કાર જીજે ૩૬ આર ૬૯૧૧ વાળી કીમત રૂ ૪ લાખ અને વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારમાંથી ઇકો કાર જીજે ૩૬ એફ ૧૦૫૩ કીમત રૂ ૩ લાખ ચોરી થઇ હોય જે ચોરીના આરોપીને શોધી કાઢવા ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી નિમ્બારામ સુરતારામ ભાખલા (ઉ.વ.૨૦) રહે હસનપર કારખાના ઓરડી તા. વાંકાનેર મૂળ રાજસ્થાન વાળાને ઝડપી લઈને ચોરી થયેલ બે ઇકો કાર રીકવર કરવામાં સફળતા મળી છે અને પોલીસે વાહન ચોરીના બે ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે તેમજ અન્ય આરોપી ઓમ પ્રકાશ ભૂરારામ જાણી રહે બાડમેર રાજસ્થાન વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે