UNSEASONAL RAIN COMPLETE 1 : સુરતમાં રસ્તાઓ બેટમાં ફેરવાતા પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખુલી

UNSEASONAL RAIN : સુરતમાં રસ્તાઓ બેટમાં ફેરવાતા પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખુલી

UNSEASONAL RAIN-1
UNSEASONAL RAIN-1

સુરતમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. આજે સવારે પડેલા વરસાદના કારણે શહેરના મોરાભાગળ, ડભોલી સહિતના અનેક મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી લોકોને નોકરી ધંધે જનારા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય તેવી રીતે આજે અનેક વિસ્તારમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે.

UNSEASONAL RAIN
UNSEASONAL RAIN

સુરત પાલિકા દ્વારા ચોમાસા પહેલાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામા આવી છે અને આ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સતત મોનીટરિંગ પણ થઈ રહ્યું છે. પરંતુ અચાનક તુટી પડેલા વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા દરમિયાન આ વર્ષે કોઈ જગ્યાએ પાણીનો ભરાવો ન થાય તેવો દાવો કરવામા આવતો હતો. પરંતુ મોરા ભાગળ ચાર રસ્તા, ડભોલી હરી દર્શન ખાંચો સહિત શહેરના અનેક રોડ પર પાણીનો ભરાવો થયો છે. જેના કારણે વહેલી સવારે નોકરી ધંધે નિકળેલા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી.

UNSEASONAL RAIN-3
UNSEASONAL RAIN-3

કમૌસમી વરસાદે પાલિકાન પ્રિમોન્સુન કામગીરી સામે પર્શ્નો ઉભા કર્યા છે આજે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે તેના પરથી પાઠ ભણીને પાલિકા કામગીરી કરે તો આગામી ચોમાસામાંથી સુરતને વરસાદી પાણીના આફતમાંથી બચાવી શકાય છે તેવી વાત લોકો કરી રહ્યાં છે.

UNSEASONAL RAIN-2
UNSEASONAL RAIN-2

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ‘વિકાસ ભી, વિરાસત ભી’નો પીએમ મોદીનો સંકલ્પ સશસ્ત્રબળોએ કર્યો સાકાર, અભેદ્ય શસ્ત્રો અને કઠિન રેસ્ક્યુ અભિયાનોનાં નામોમાં પણ જોવા મળે છે સનાતન સંસ્કૃતિની ઝલક

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *