EVMને સુરક્ષિત રાખવા ત્રિ-સ્તરીય સુરક્ષા તંત્રે ઉભી કરી જિલ્લાની ચાર વિધાનસભાના ઇ.વી.એમને હિંમતનગર સરકારી પોલિટેકનિકમાં લવાયા છે.

EVM

:EVMને સુરક્ષિત રાખવા ત્રિ-સ્તરીય સુરક્ષા તંત્રે ઉભી કરી

સાબરકાંઠાની 4 બેઠક માટે સોમવારે મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમમાં સીલ થયેલ ઉમેદવારોના ભાવિને 8 ડિસેમ્બર સુધી સુરક્ષિત રાખવા વહીવટી તંત્ર દ્વારા ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી સીસીટીવી કેમેરા લગાવાયા છે અને રાજકીય પક્ષોના લોકો ઇવીએમની સુરક્ષા જોઈ શકે તે માટે વ્યવસ્થા કરાઇ છે.
જિલ્લાની ચાર વિધાનસભાના ઇ.વી.એમને હિંમતનગર સરકારી પોલિટેકનિકમાં લવાયા છે. જેને 24 કલાક સઘન સુરક્ષા પહેરા હેઠળ સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. સી.સી.ટી.વી કેમેરા ઉપરાંત ત્રિ-સ્તરીય સુરક્ષા રાજ્ય પોલીસ જિલ્લા પોલીસ વ્યવસ્થા ઉપરાંત કેન્દ્રમાંથી આવેલી બી.એસ.એફના જવાનો દ્વારા સ્ટ્રોંગરૂમની દિવસ-રાત સુરક્ષા કરી રહ્યા છે.
મંગળવારે જિલ્લા કલેક્ટર હિતેષ કોયાએ સુરક્ષા અને મતગણતરી માટે ઉભી કરાયેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને ચૂંટણી પંચની ગાઇડલાઇન પ્રમાણે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા દિવસમાં બે વાર સ્થળની મુલાકાત લેવાની હોય છે અને ચાંપતી નજર રાખવાની હોય છે જે સંદર્ભે રૂબરૂ મુલાકાત અને નિરીક્ષણ જિલ્લા ચૂંટણી અધિકારી કરી રહ્યા છે અને જે કંઈ જરૂરી સુચના જણાય તે સંબંધીતને આપતા રહે છે. આર.ઓઅને ઓબર્ઝવર પણ મોનિટરિંગ કરી રહ્યા છે.
રાજકીય પક્ષોને પણ બહાર મંડપ બાંધીને તેઓ પણ 24 કલાક સીસીટીવી ફૂટેજ જોઈ શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. ગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સઘન અને દેખરેખ અને પ્રવેશ પાસ વિના કોઇને અંદર જવા પર નિયંત્રણ છે. અધિકૃત કરેલ વ્યક્તિઓ જ પ્રવેશ કરી શકે છે.
મતગણતરીને લઇ મોતીપુરામાં ડાયવર્ઝન પોલિટેકનિક ચાર રસ્તાથી સિવિલના ગેટ સુધી વાહન અવર-જવર બંધ રહેશેગુરુવારે હિંમતનગરની પોલિટેકનિકમાં ચાર વિધાનસભાની મતગણતરી હાથ ધરાનાર છે. ત્યારે જિલ્લામાંથી ઉમટી પડનાર લોકોને કારણે અવ્યવસ્થા ન સર્જાય તે હેતુસર કલેકટરે પોલિટેકનિક ચાર રસ્તાથી સિવિલના મુખ્ય દરવાજા સુધી વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાગતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
ગઢોડા ગામથી મોતીપુરા પોલિટેકનિક તરફ આવતા વાહનો સિવિલ હોસ્પિટલ સામે આવેલ શંકુજ કેન્સર હોસ્પિટલના આગળના રસ્તા થઈ જી.આઈ.ડી.સી થી મોતીપુરા તરફ જઇ શકશે, પોલિટેકનિકથી ગઢોડા તરફ જતા વાહનો મોતીપુરા નેશનલ હાઈવે થઈ સાબરડેરી ત્રણ રસ્તા તરફ જશે તથા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હેલીપેડ સામે આવેલ દુકાનોના વેપારીઓ તેમજ શરણમ સોસાયટી, આદર્શ બંગ્લોઝ સોસાયટીના રહીશોના વાહનો મોતીપુરાથી સિવિલ રોડ આવતા ટી.પી.રોડ થઈ મોતીપુરા હિંમતનગર શહેર તરફ અવર જવર કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *