અજાણી કારમાં મુસાફરી કરતા પહેલા સો વાર વિચારજો, દંપતિના 2.12 લાખ લૂંટાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ, હત્યા, ફાયરિંગ, ચોરી, ખંડણી સહિતના બનાવો વધી રહ્યા છે અને ગુન્હેગારોને જાણે પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે હાલ સુરત અને મૂળ વઢવાણ ખાતે ઉમિયા ટાઉનશીપ માં રહેતા વેપારી મહેશભાઈ ઈશ્વરભાઈ કુણપરા(પટેલ) અને તેમના પત્ની જયાબેન મહેશભાઈ કુણપરા(પટેલ) સુરતથી બસ દ્વારા લીંબડી સુધી આવ્યા હતા અને લીંબડીથી સુરેન્દ્રનગર તરફ આવવા માટે લીંબડી સર્કલ (Limbadi Cercel) પાસે ઉભા હતા તે દરમિયાન સફારી કારમાં ચારથી પાંચ સખ્શો પસાર થતા સુરેન્દ્રનગર તરફ જવાનું જણાવતા બંને દંપતિ લીંબડીથી કારમાં બેસી સુરેન્દ્રનગર તરફ આવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *