ડ્રાઈ ગુજરાતમાં દારૂ પીનાર મહિલાઓની સંખ્યા થઇ બમણી, પુરુષોની સંખ્યામાં ૫૦%નો ઘટાડો

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના સર્વેમાં થયો ખુલાસો
ગુજરાતની સ્થાપના સમયથી રાજ્યમાં દારૂબંધી અમલમાં
ડ્રાય સ્ટેટ ગુજરાતમાં રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વક્ષણ એટલે કે એનએફએચએસ દ્વારા ગુજરાતમાં દારૂ પીવા અંગે એક સર્વે કયો હતો.સર્વે અનુસાર અહિયાં દારૂ પીનાર પુરુષોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ ચોકાવનારી વાત એ છે કે દારૂ પીનારા મહિલાઓની સંખ્યા વધીને બમણી થઇ ગઈ છે.
ગુજરાતમાં એક હેરાન કરનાર આંકડાકીય માહિતી સામે આવી છે.ગત પાંચ વર્ષોમાં ડ્રાઈ ગુજરાતની અંદર દારૂ પીતી મહિલાઓની સંખ્યા બમણી થઇ ગઈ છે.જયારે દારૂ પીતા પુરુષોની સંખ્યા ઘટીને અડધી થઇ ગઈ છે.તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના ૨૦૧૯-૨૦ના અહેવાલમાં આ બાબત પ્રકાશમાં આવી છે.ગુજરાતમાં કુલ ૩૩૩૪૩ મહિલાઓ અને ૫૩૫૧ પુરુષોને સર્વેક્ષણમાં આવરી લેવામાં આવ્યા હતા.જેમાંથી ૨૦૦ મહિલા એટલે કે ૦.૬% અને ૩૧૦ પુરુષો એટલે કે ૫.૮%એ દાવો કર્યો છે કે તેઓ દારૂનું સેવન કરે છે.જયારે ૨૦૧૫માં એનએફએચએસના સર્વેક્ષણ માં ૬૮ મહિલાઓ એટલે કે ૦.૩% અને ૬૬૮ પુરુષો એટલે કે ૧૧.૧%એ દારૂના સેવનની વાત સ્વીકારી હતી.વર્ષ ૨૦૧૫મા ૬૦૧૮ પુરુષો અને ૨૨૯૩૨ મહિલાઓને સર્વેક્ષણમાં આવરી લેવામાં આવ્યા હતા.
બંને સર્વેક્ષણની તુલના કરીએ તો જાણ થશે તો વર્ષ ૨૦૧૫માં માટે ૦.૧% શહેરમાં રહેતી મહિલાઓએ કહ્યું હતું કે તેઓ દારૂનું સેવન કરે છે.જયારે વર્ષ ૨૦૨૦માં કરાયેલ સર્વેક્ષણમાં ૦.૩% મહિલાઓએ દારૂના સેવનની વાત સ્વીકારી હતી.વર્ષ ૨૦૧૫માં દારૂનું સેવન કરનાર પુરુષો ૧૦.૬% હતા.જયારે વર્ષ ૨૦૨૦માં ઘટીને આ આંકડો ૪.૬% થઇ ગયો છે.ગ્રામીણ ક્ષેત્રોમાં દારૂનું સેવન કરતી મહિલાઓનો દર વર્ષ ૨૦૧૫ના ૦.૪%થી વધીને વર્ષ ૨૦૨૦માં 0.૮% થઇ ગયો છે.
એક સમાજશાસ્ત્રીના જણાવ્યા અનુસાર દારૂનું સેવન રાજ્યમાં અનેક સમુદાયોમાં એક હદ સુધી આદત બની ગઈ છે.આ સમુદાયોમાં આ એક પ્રથા છે જ્યાં પુરુષ અને મહિલાઓ એક સાથે બેસે છે અને વિશેષ પ્રસંગે દારૂ પણ પીવે છે.જેમાં આદિવાસી સમુદાય અગ્રીમ સ્થાને છે અને અન્ય પણ સમુદાય સામેલ છે.

જયારે એક ટોચના પોલીસ અધિકારીએ આ તથ્યની પૃષ્ટિ કરતા કહ્યું હતું કે હજુ પણ આંકડો ઘણો ઓછો છે ,રાજ્યમાં દારૂબંધી હોવાથી અનેક દારૂનું સેવન એક ગુનો ગણાય છે જેથી ઘણાં લોકો આ વાત છુપાવે છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાતની સ્થાપના સમયથી રાજ્યમાં દારૂબંધી અમલમાં છે.