અમદાવાદમાં શરુ થઈ રહેલી મેટ્રોની સફર 3500 કરોડથી 12 હજાર કરોડે પહોંચી, 2024 સુધીમાં જાણો કેટલામાં પડશે મેટ્રો

અમદાવાદને એક પછી એક ભેટ ચૂંટણી પહેલા મળી રહી છે. ત્યારે મેટ્રોની ભેટ પણ 3 દિવસ બાદ અમદાવાદને મળી રહી છે ત્યારે મેટ્રો અંદાજિત ખર્ચ કરતા 3 ગણો વધુ ખર્ચ થયો છે. આજથી 19 વર્ષ પહેલા એટલે કે 2003માં મેટ્રો રેલ શરુ કરવાની વિચારણા જ્યારે હતી ત્યારે આ કોસ્ટનો અંદાજ 3500 કરોડ જેટલો લગાવાયો હતો. પરંતુ પ્રથમ તબક્કો મેટ્રોનો પૂર્ણ થયો છે ત્યારે સરકારે 12 હજાર કરોડના ખર્ચ મેટ્રો માટે કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે.

2003થી લઈને અત્ચાર સુધી આટલા કરોડનો અંદાજ વધ્યો

2003માં 3500 કરોડનો અંદાજ હતો ત્યાર બાદ આ કોસ્ટ 2006માં 5500 કરોડ પર પહોંચી આ ઉપરાંત આગળ જતા તેના 4 વર્ષ પછી 2010માં કોસ્ટ 8000 કરોડ પર પહોંચી હતી આ ઉપરાંત એ પછી 2011ની અંદર મેટ્રોનો અંદાજિત ખર્ચ 9000 કરોડ પર પહોંચ્યો આ ઉપરાંત ધીમે ધીમે આ કોસ્ટમાં સતત વધારો થતો રહ્યો અને મેટ્રો રેલ પાછળ 12000 કરોડનો ખર્ચ પહોંચ્યો છે. 

ગાંધીનગર સુધી પ્રોજેક્ટના બીજા તબક્કામાં 7000 કરોડ થવાની ધારણા

મેટ્રો અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવામાં આવી છે ત્યારે 2004 સુધીમાં તેનું કામ પૂર્ણ થશે ત્યારે તેમાં 7000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. 22.8 કિમીનો કોરીડોર મોટેરા સ્ટેડીયમથી મહાત્મા મ્ંદિર અને 5.4 કિમી કોરીડોર જીએનએલયુથી ગિફ્ટ સુધીનો નિર્ધારીત કરાયો છે. 

12925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી

12925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે. 2014માં પ્રોજેક્ટ મંજૂર થયા બાદ અત્યાર સુધી કુલ 910 લાખ માનવ દિવસ રોજગારીનું સર્જન આ પ્રોજેક્ટમાં થયું છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ- નિકાસ પોઇન્ટ સામેલ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *