SURAT PALIKA : સુરતમાં પાણીના 30 જૂન સુધીમાં બીલ ભરી દેવામાં આવે તો 100 ટકા વ્યાજ-પેનલ્ટીની માફી : મોટા બીલના કારણે હોબાળો થતાં શાસકો સફાળા જાગ્યા

SURAT PALIKA : સુરત પાલિકા દ્વારા શહેરમાં 24 કલાક પાણી વિતરણ માટેની વ્યવસ્થા ઉભી કરવા સાથે સાથે મીટરથી પાણી આપવા માટેની કામગીરી શરૂ કરી છે. જોકે, મોટા ઉપાડે મીટરથી પાણી આપવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ વોટર મીટર રીડિંગ તથા બીલીંગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયાં છે. કેટલાક વિસ્તારમાં 24 કલાક પાણી આપવાની યોજના શરૂ કર્યા બાદ એક સાથે વધુ મહિનાના બિલ આવતાં મોટો હોબાળો થઈ રહ્યો છે. આ બિલ મોડા ભરે તો પાલિકા વ્યાજ અને પેનલ્ટી લે છે તેને માફ કરવા માટે કોર્પોરેટરો દ્વારા અનેક રજૂઆત કરી હતી જેના કારણે આજે સ્થાયી સમિતિએ 30 જૂન સુધીમાં બિલ ભરે તો રાહત આપવાની જાહેરાત કરી છે તેના કારણે વ્યાજ પેટે 27.85 કરોડની માફી આપવામાં આવશે.
SURAT PALIKA :સુરત પાલિકા દ્વારા હાલમાં 24 કલાક પાણીની યોજના શરૂ કરવામાં આવી છે પરંતુ આ યોજના હેઠળ આવરી લેવામા આવ્યા છે. પરંતુ પાલિકા તંત્રના અણઘડ વહીવટના કારણે આ વિસ્તારના લોકોને પાણીના બિલ એક સાથે આઠ થી દસ મહિનાના પકડાવી દેવામાં આવ્યા છે. તેની રકમ દસ હજાર જેટલી હોવાથી મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી થઈ રહી છે. આ ઉપરાંત બીજી તરફ પાલિકાએ બીલ મોડા ભરે તો વ્યાજ અને પેનલ્ટી પણ લગાવવાનું નિયમ મુજબ શરૂ કર્યું છે. આ અંગે ભારે હોબાળા બાદ પાલિકાની સામાન્ય સભામાં કતારગામના કોર્પોરેટર ચીમન પટેલ અને રાંદેરના કોર્પોરેટર કેતન શાહ દ્વારા વ્યાજ માફીની રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત વિપક્ષે પણ માફીની માંગણી કરી હતી. લોકોનો ભારે આક્રોશ જોઈને સ્થાયી સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે.
SURAT PALIKA :આ અંગે માહિતી આપતા સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વોટર મીટર ધરાવતા 24 કલાક પાણી પુરવઠા યોજના ઉપરાંત સહીતના તમામ વિસ્તારમાં વોટર મીટર દ્વારા પાણી પુરવઠો મેળવતી મિલકત દ્વારા બાકી તમામ વોટર મીટર બીલની સંપૂર્ણ માંગણાની રકમ 30 જૂન સુધીમાં ભરી દેવામાં આવે તે માર્ચ 2025 સુધીની વ્યાજની રકમ પર 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે.
SURAT PALIKA :સુરત પાલિકા વિસ્તારમાં 35,536 રહેણાંક મિલકતોની બાકી વ્યાજની રકમ 17.29 કરોડ થાય છે તેમજ 30 ધાર્મિક મિલ્કતોની બાકી વ્યાજની રકમ 26 હજાર થાય છે એ જ પ્રમાણે કુલ 5065 બિન-રહેણાંક મિલકતોની બાકી વ્યાજની રકમ 10.55 કરોડ થાય છે. આમ 40,631 મિલ્કતોને કુલ 27.85 કરોડની રાહત 30 જુન સુધીમાં વોટર મીટર બીલ ભરનારને આપી શકાશે.