SURAT DGVCL : ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘરે DGVCL અને સચિન ગ્રામ્ય પોલીસનું સંયુક્ત ઓપરેશન

SURAT DGVCL : ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘરે DGVCL અને સચિન ગ્રામ્ય પોલીસનું સંયુક્ત ઓપરેશન

SURAT DGVCL
SURAT DGVCL

SURAT DGVCL : સુરતના સચિન ગ્રામ્ય વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો સામે કડક કાર્યવાહીની નીતિ અપનાવવામાં આવી છે. જેમાં DGVCL અને સચિન ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશનના ભાગરૂપે અનેક શંકાસ્પદ ઈસમોના રહેણાક સ્થળોએ વીજ મીટરની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ ઓપરેશન દરમિયાન પોલીસે લગભગ 15 જેટલા ઘરોની તપાસ કરી હતી. આ ઉપરાંત તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે એક શખ્સે મીટર સાથે ચેડાં કરી કમ્પનીને નુકસાન પહોંચાડ્યું હતું.

સુરત: શહેરના સચિન ગ્રામ્ય વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો સામે કડક કાર્યવાહીની નીતિ અપનાવતા DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ) અને સચિન ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશનના ભાગરૂપે અનેક શંકાસ્પદ ઈસમોના રહેણાક સ્થળોએ વીજ મીટરની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઓપરેશન દરમિયાન પોલીસે લગભગ 15 જેટલા ઘરોની તપાસ કરી હતી, જેમાંથી એક ઈસમના ઘરમાં વીજ ચોરીનું ગંભીર કૃત્ય ઝડપાયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શખ્સે મીટર સાથે ચેડાં કરી કંપનીને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું.

SURAT DGVCL : વિજ કંપનીના અધિકારીઓએ તરત જ આ મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. શખ્સ વિરૂદ્ધ વીજ ચોરી સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે અને તેને દંડની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી હતી. આ ઉપરાંત, આવનારા સમયમાં પણ આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો સામે તપાસ હાથ ધરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.

આ ઓપરેશનનો મુખ્ય હેતુ એવા શખ્સો સામે કાર્યવાહી કરવો છે, જેમણે અગાઉ પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને હાલ પણ જુદી જુદી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. આ ઉપરાંત વીજ કંપનીની આવકમાં નુકસાન પહોંચાડનાર શખ્સો સામે આવી કડક કાર્યવાહીથી ભવિષ્યમાં આવા કિસ્સાઓમાં ઘટાડો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

DGVCLના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે નિયમિત રીતે આવા ઓપરેશનો હાથ ધરતા રહીએ છીએ જેથી વીજ ચોરી અટકાવી શકાય અને કાયદાનું શાસન મજબૂત કરી શકાય. લોકોના સહકાર અને પોલીસના સપોર્ટથી જ આવી સફળતા મળી રહી છે.”

સચિન ગ્રામ્ય પોલીસ વિભાગે પણ આવનારા સમયમાં આવા ઈસમો પર નજર રાખવાની તથા સમાજમાં કાયદાકીય ભય ઉભો કરવાના સંકેતો આપ્યા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *