SURAT CRIME BRANCH : સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયલન્ટ ઝોનની જમીન કૌભાંડમાં સિટી સર્વે સુપ્રિ.ની કરી ધરપકડ

SURAT CRIME BRANCH : સુરત (Surat) શહેરમાં બિલ્ડરોએ ખેડૂતોના નકલી પ્રોપર્ટી કાર્ડ (Fake Property Card) બનાવી પ્લોટ વેચી 2000 કરોડથી વધુનું કૌભાંડ (Scam) આચર્યુ હોવાની CID ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ કરાતા ખળભળાટ મચી ગયો હતો.
SURAT CRIME BRANCH : સુરત CID ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)ને સાયલન્ટ ઝોન (Silent Zone)ની જમીનમાં કૌભાંડ મામલે મોટી સફળતા મળી છે. કરોડોનું કૌભાંડ કરનાર સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ અનંત પટેલની પુણેથી ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ બાદ વધુ ખુલાસા થવાની સંભાવના છે.
સુરત (Surat) શહેરમાં બિલ્ડરોએ ખેડૂતોના નકલી પ્રોપર્ટી કાર્ડ (Fake Property Card) બનાવી પ્લોટ વેચી 2000 કરોડથી વધુનું કૌભાંડ (Scam) આચર્યુ હોવાની CID ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ કરાતા ખળભળાટ મચી ગયો હતો. બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી સકારી અધિકારીઓ સાથે મીલિભગત કરી સુરતના ડુમસ અને વાટા ગામની આશરે 5 લાખ વારની જમીનને પ્લોટિંગની સ્કીમ મૂકી વેચાણ કરી ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હતું. CID ક્રાઈમે સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના વર્ગ 1ના અધિકારી કાનાલાલ પી. ગામીત, અનંત પટેલ, ડેટા એન્ટ્રી કર્મચારી અને સમૃદ્ધિ કોર્પોરેશનના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
SURAT CRIME BRANCH : ત્યારે આ મામલે CID ક્રાઈમે તપાસ શરૂ કરતાં સુરતના સાયલન્ટ ઝોનમાં જમીન કૌભાંડ મામલે વધુ ખુલાસા થયા હતા. તપાસમાં કલેક્ટર કચેરીનાં અધિકારીઓની સંડોવણી હોવાનું સામે આવતાં સરકાર ચોંકી ઉઠી છે. એક પછી એક કૌભાંડના પાના ખુલતા જાય છે ત્યારે તપાસ મામલે હવે ગાંધીનગર વિજિલન્સ ટીમની સુરતમાં એન્ટ્રી થઈ છે. બિલ્ડર નરેશ શાહ, મનહર કાકડિયા, લોકનાથ અને આસ્વાનીનું કારસ્તાન સામે આવ્યું છે.
વિજિલન્સનાં એડિશનલ કલેક્ટર કોમલ પટેલની આગેવાનીમાં તપાસને આગળ વધારવામાં આવી હતી. કલેક્ટર, સિટી સર્વે વિભાગનાં દસ્તાવેજો મંંગાવી ચકાસણી કરવામાં આવી રહી છે. સાયલન્ટ ઝોન પ્રોજેક્ટ સુરત ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવ્યો છે. આઝાદ રામોલિયાએ સમૃદ્ધિ કોર્પોરેશનનાં ભાગીદારો સામે ફરિયાદ કરી છે. સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલ વિરૂદ્ધ CID ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી છે. માહિતી મુજબ કલેક્ટરનાં અધિકારીઓ વિરૂદ્ધ પણ CID ક્રાઈમમાં ફરિયાદ કરાઈ છે.
SURAT CRIME BRANCH : સુરતમાં બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી સકારી અધિકારીઓ સાથે મીલિભગત કરી સુરતના ડુમસ અને વાટા ગામની આશરે 5 લાખ વારની જમીનને પ્લોટિંગની સ્કીમ મૂકી વેચાણ કરી ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે. CID ક્રાઈમે સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના વર્ગ 1ના અધિકારી કાનાલાલ પી. ગામીત, અનંત પટેલ, ડેટા એન્ટ્રી કર્મચારી અને સમૃદ્ધિ કોર્પોરેશનના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
વર્ષ 2022માં જીગ્નેશભાઈ નામક બ્રોકર ખેડૂત આઝાદ ચતુરભાઈ રામોલિયા પાસે બ્લોક નંબર 803નું પ્રોપટી કાર્ડ લઈ જમીનના વેચાણ અંગે વાત કરી હતી. ખેડૂત રામોલિયાએ ડુમસ વિસ્તારમાં બ્લોક નંબર 815, 801-4, 83, 787-2વાળી જમીન ખરીદી હતી. રામોલિયાએ વેબસાઈટ પર ચેક કરતા જમીનના સર્વે નંબરો અલગ અલગ દેખાતા હતા. જુદી જુદી વ્યક્તિઓના નામે બોગસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી 2500 કરોડનું મસમોટું કૌભાંડ આચર્યુ હતું. તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ ષડયંત્રમાં તતકાલિન નાયબ નિયામક કે.પી.ગામીત, ભાગીદારો મનહર કાકડિયા, પ્રકાશ આસવાની, લોકનાથ ગંભીર,નરેશ શાહ વિરૂદ્ધ CID ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે.
SURAT CRIME BRANCH : ઉલ્લેખનીય છે કે જમીન કૌભાંડ બાબતે ખેડૂત આઝાદ રામોલીયાએ ઓગસ્ટ 2023માં સુરત પોલીસમાં ફરિયાદ કરી હતી, અનુસંધાને જમીન માફિયા સામે કાર્યવાહીનો સંતોષ ન જણાતાં સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ખેડૂતે પોતાની જમીન બિનખેતીની છે કે નહીં તે જાણવા 19 ફેબ્રુઆરી, 2018માં કલેક્ટરને પત્ર લખ્યો હતો. ત્યારે જવાબ મળ્યો હતો કે કોઈ જમીન બિનખેતીની ન થઈ શકે. ત્યારપછી પ્રોપર્ટી કાર્ડ રદ કરવા અરજી કરાઈ હતી પરંતુ કાર્ડ રદ કરાયું નહોતું.