
થોડાક સમય પહેલા સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયેલ અંદાજીત દોઢ કરોડથી વધુના એમ.ડી ડ્રગ્સ કેસમામલો કે જેમાં વોન્ટેડ આરોપીઓ ને નાલાસોપારા મુંબઇ મહારાષ્ટ્રમ ખાતેથી પકડી પાડવામાં સુરત પોલીસને સફળતા હાથ લાગી છે..

મળતી માહિતી અનુશાર સાતેક દિવસ પહેલા સુરત શહેર પોલીસ દ્વારા નિયોલ ચેક પોસ્ટ ખાતેથી આરોપી અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રતઅલી સૈયદને દોઢ કિલોથી વધારે એમફેટામાઇન મેથએમફેટામાઇન માદક પદાર્થ સાથે પાડી પુણા પોલીસ સ્ટેશનમાં NDPS એકટની સંલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ કરેલ આટલો માતબર ડ્રગ્સનો જથ્થો સુરત શહેરમાં કોને આપવાનો હતો તથા આ જથ્થો કોણે અત્રે મોકલ્યો વિગેરે તમામ પાસાની તલસ્પર્સી તપાસ કરવા સમગ્ર રેકેટને ઝડપી પાડવા આ કેસની તપાસ શહેર ક્રાઇમબ્રાંચને સોપાયેલ હતી

આ તપાસ ક્રાઇમ બ્રાંચ દ્વારા સંભાળી પકડાયેલ આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી તેને સાથે રાખી મહારાષ્ટ્ર નાલાસોપરા ખાતે તપાસ કરી હ્યુમન ઇન્ટેલીજનસ અને ટેકનીકલ સર્વેલન્સના માધ્યમથી ક્રાઇમબ્રાંચની ટીમે ડ્રગ્સનો જથ્થો પુરો પાડનાર હનુમાનનગર નાલાસોપારા મુંબઇ મહારાષ્ટ્રના રહેવાસી વોન્ટેડ આરોપીને- સફાતખાન ઉર્ફે બલ્લ ઉર્ફે નીહાલ ઉર્ફે નવાબ રહીશખાન કૌશર ઇમરાન ઉર્ફે ઇમા મલીક અબ્દુલ શેખ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે