SUDAMASETU-DWARKA : દ્વારકા દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ ફસાયા, સુદામા સેતુના દરવાજા ખોલી રેસ્ક્યૂ કરાયું

SUDAMASETU-DWARKA : દ્વારકા દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ ફસાયા, સુદામા સેતુના દરવાજા ખોલી રેસ્ક્યૂ કરાયું

SUDAMASETU-DWARKA
SUDAMASETU-DWARKA

SUDAMASETU-DWARKA : દ્વારકા દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. રાજકોટથી દ્વારકા ખાતે દર્શન કરવા આવેલો પરિવાર સવારે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ ઓછો હોવાથી સામે કાંઠે પહોંચ્યો હતો, પરંતુ અચાનક ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં પરિવાર ફસાઇ ગયો હતો. આ ઘટનાની સ્થાનિક લોકોને આ ઘટનાની પોલીસને જાણ કરી હતી અને તાત્કાલિક સુદામા સેતુના દરવાજા ખોલી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

SUDAMASETU-DWARKA : પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં બાળકોનું વેકેશન હોવાથી રાજકોટનો પરિવાર દ્વારકાધીશના દર્શને ગયો હતો. પરિવારે દ્વારકાધીશના દર્શન કર્યા બાદ સવારે ગોમતી નદી પાર કરીને સામે કિનારે ગયો હતો. પરંતુ ત્યારબાદ ગોમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં આખેઆખો પરિવાર ફસાઇ ગયો હતો. ગોમતી નદીને પેલે પાર પરિવાર ફસાયો હોવાની સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે પરિવારને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનાને ઉચ્ચ સ્તરે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દ્વારા એસ.ડી.એમ. તાત્કાલિક સુદામા સેતુના દરવાજા ખોલી પરિવારને સુરક્ષિત રીતે નદીને પાર કરાવી હેમખેમ શ્રદ્ધાળુઓને બચાવી લેવામાં આવ્યા હતા.

 

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *