સેમ ડે ડ્રગ્સ ડિલિવરી આપવા માટે ફ્લાઈટમાં મુંબઈ જતો ડ્રગ્સ પેડલર ઝડપાયો, એસઓજી ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી

એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ડ્ર્ગ્સ પેડલરને 34 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આ પેડલર વન વે ડિલવરી માટે આ પેડલર ફલાઇટમાં કરતો હતો મુસાફરી. એસ.ઓ.જીએ રખિયાલમાંથી 3.40 લાખની કિંમતના 34.050 ગ્રામ MD ડ્રગ્સ સાથે પેડલરની કરી ધરપકડ લીધી છે. મોજશોખ પુરા કરવા માટે ડ્રગ્સનો ધધો શરૂ કર્યો હોવાનુ સામે આવ્યું છે.

અમદાવાદની એસઓજીની ટીમે પકડેલા એક ડ્રગ્સ પેડલરે જે કેફિયત કબૂલી છે તેમાં સામે આવ્યું છે કે, અમદાવાદનો એક ડ્રગ્સ લેનાર વ્યક્તિને એક જ દિવસમાં ડ્રગ્સ જોઇતું હતું તે માટે તે ડ્રગ્સ લેવા મુંબઇ પ્લેનમાં ગયો હતો. ડ્રગ્સની જરૂરિયાત માટે પૈસા મળતા હોવાથી હવે ડ્રગ્સ પેડલર કોઈપણ રિસ્ક લેવા માટે તૈયાર છે. હાલ તો આ પેડલરને 34 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પરંતુ આની સાયકલમાં અનેક લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

શાહ નવાજ ઉર્ફે બગો થોડા મહિના પહેલા ડ્રગ્સ લેવાનું શરૂઆત કરી અને આ ડ્રગની આદત એવી થઈ કે તેના પૈસા તેની પાસે વધ્યા નહીં જે માટે તેને બ્રશ ડીલરના ઇશારે ડ્રગ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. પહેલા તે પોતાના ઉપયોગ માટે એટલે કે રોજિંદા ખર્ચ માટે ડ્રગ સપ્લાય કરતો હતો પણ ધીમે ધીમે તેની આદત વધતી ગઈ અને તે ડ્રગ્સ ડીલરોના સકંજામાં ફસાતો ગયો.

આ પેડલર અમદાવાદમાં મુંબઈથી માલ લાવી તેના ગ્રાહકોને આપતો હતો. મુંબઇમાં મળતું 1100 રૂપિયાનું ડ્રગ્સ તે અમદાવાદમાં 2500 થી 3000 રૂપિયામાં વેચતો હતો જે માટે તેણે આખું નેટવર્ક બનાવ્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *