Saptdhara Jain Mahila Mandal : સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા રક્ષાબંધન ની ઉજવણી માંડવી એસ.ટી.ડેપો ના ડ્રાઈવર કંડકટર સાથે કરાઇ

Saptdhara Jain Mahila Mandal : સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા રક્ષાબંધન ની ઉજવણી માંડવી એસ.ટી.ડેપો ના ડ્રાઈવર કંડકટર સાથે કરાઇ

Saptdhara Jain Mahila Mandal : તારીખ 30/8/2023ના રક્ષાબંધન ના પવિત્ર દિવસે સપ્તધારા જૈન મહિલા મંડળ ની બહેનોએ માંડવી એસ.ટી.ડેપો ના ડેપોમેનેજર શ્રીમહેશભાઇ ગોસ્વામી,ટ્રાફિક ઇન્સ્પેક્ટર શ્રીભીખુભાબાપુ તેમજ એસ.ટી.ડેપો ના ડ્રાઈવર કંડકટર ને રાખડી બાંધી તહેવાર ની ઉજવણી કરી.

Saptdhara Jain Mahila Mandal : ડ્રાઈવર અને કંડકટર ભાઇઓ ફરજ નિષ્ઠા ને કારણે પોતાની સગી બહેનો પાસે રાખડી બંધાવી શકતા નથી પણ જુદા જુદા ગામ ની બહેનોને પોતાના ભાઈ ના ગામ સુધી પહોંચાડવાની સેવા બજાવે છે. 

Saptdhara Jain Mahila Mandal : મંડળની આ પ્રશંસનીય કામગીરી ની ડેપોમેનેજરે સરાહના કરી દર વર્ષે રાખડી બાંધવા નુ આમંત્રણ આપેલ. 

મંડળ ના પ્રમુખ પિનાકિની સંઘવી એ રક્ષાબંધન નો મહિમા સમજાવી એસ. ટી. કર્મચારીઓ નો આભાર માન્યો હતો. પ્રોજેક્ટ ચેરમેન રોશનીબેન શાહે કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.રીનાબેન સંઘવી, અસ્મિતાબેન મહેતા,ડો.પારુલબેન ગોગરી, ઉષાબેન શાહ, ઝરણા મહેતા,હર્ષાબેન,ગાર્ગી ગોગરી, અરવિંદ ગઢવી,પરેશભાઇ સહયોગી રહ્યા હતા. પ્રોજેક્ટ ના દાતા મહાવીર ફર્નિચર માંડવી ભુજ વાળા રહ્યા હતા.તેવું જૈન અગ્રણી દિનેશભાઇ શાહે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *