SAMUH LAGNA BY SANSAD : માધાપર યક્ષ મંદિરમાં 25 મેના રોજ કચ્છમાં સાંસદ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન

SAMUH LAGNA BY SANSAD : માધાપર યક્ષ મંદિરમાં 25 મેના રોજ કચ્છમાં સાંસદ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન

SAMUH LAGNA BY SANSAD
SAMUH LAGNA BY SANSAD

SAMUH LAGNA : કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં જિલ્લાનો પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમ 25 મે ના રોજ ભુજના માધાપર સ્થિત યક્ષ મંદિરના પટાંગણમાં આયોજિત કરવામાં આવ્યો છે. સાંસદ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિએ તમામ જ્ઞાતિ અને વર્ગના લોકોને આ કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. સમિતિએ 10 મે સુધી રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો છે.

SAMUH LAGNA : સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે આ સમૂહલગ્નથી સમાજમાં સમરસતાનો ભાવ વધશે. તેમણે કહ્યું કે ગરીબથી માંડીને તમામ વર્ગના લોકો આમાં જોડાઈ શકશે. આનાથી લોકોનો સમય અને ખર્ચ બચશે. કાર્યક્રમની જાહેરાત થતાં જ કન્યા પક્ષના કરિયાવર અને જમણવાર માટે દાતાઓએ દાન આપવાની તૈયારી બતાવી છે. આ સમૂહલગ્નમાં અંદાજે 251 જોડલાં એક સાથે લગ્નગ્રંથિથી જોડાશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *