
કાર અકસ્માતમાં ક્રિકેટર રિષભ પંત ગંભીર રીતે ઘાયલ
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે અકસ્માત નડ્યો હતો. તે કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર, તેમની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ, ત્યારબાદ કારમાં આગ લાગી અને કાર પલટી ગઈ હતી. અને ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. પંતને રિકવરી માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે.
પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પંતને માથા અને પગમાં ઈજા થઈ છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ રિષભની હાલત સ્થિર છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે.