Rs 1.54 CRORE LIQUOR SEIZED : પશ્ચિમ કચ્છનો તલવાણામાં ગેસના ટેન્કરમાથી વિક્રમી 1.54 કરોડનો અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો

Rs 1.54 CRORE LIQUOR SEIZED : પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવી તાલુકાના તલવાણા ગામે દરોડો પાડી દારૂનો ક્વોલિટી કેસ શોધ્યો છે. ગેસના ટેન્કરમાં છુપાવીને લાવવામાં આવેલો 1.54 કરોડનો દારૂ પકડાયો છે આ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે કટીંગ થાય તે પહેલા જ દારૂ કબજે કરવામાં આવ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, પશ્ચિમ કચ્છ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર.જેઠીના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, ત્રગડી ગામના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા અને અબડાસાના ખાનાયના જીતુભા ઉર્ફે જીતિયો મંગળસિંહ સોઢાએ ગુજરાત બહારથી ગેસના ટેન્કર નંબર જીજે 06 એયુ 6669 માં ગેરકાયદે રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે
Rs 1.54 CRORE LIQUOR SEIZED : આ ટેન્કર મુન્દ્રાથી માંડવી સુધી લાવવા માટે યુવરાજસિંહ જાડેજા પોતાના કબજાની સફેદ કલરની ફોર્ચ્યુનરથી ટેન્કર આગળ પાયલોટિંગ કરે છે અને આ ટેન્કર મુન્દ્રા-માંડવી રોડ પર તલવાણા ગામ પાસે આવેલ હોટલ ઓમ બન્ના પાસે ઊભું હોવાની બાતમી મળી હતી.
ટેન્કરમાં રહેલો જથ્થો રાત્રિના કટીંગ કરવાના હતા તે હકીકતને આધારે એલસીબીની ટીમ દ્વારા રાત્રિના દરોડો પાડવામાં આવ્યો હતો.જેમાં ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો ગેસનું ટેન્કર ચાલુ હતું ત્યારે ટેન્કરની કેબીનમાં બેઠેલા ડ્રાઈવર સહિત ત્રણની અટક કરાઈ હતી.
Rs 1.54 CRORE LIQUOR SEIZED : રાજસ્થાનના ડ્રાઇવર કૃષ્ણકુમાર માલારામ જાટ ચૌધરી તેમજ તેની સાથે રાજસ્થાનના લોકેન્દ્રસિંહ પુરનસિંહ રાજપૂત તેમજ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામના રામદેવસિંહ ઉર્ફે ઋતુરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાની અટક કરાઈ હતી.ટેન્કરમાં પાનાની મદદથી ઢાંકણું ખોલી તપાસ કરતા દારૂની પેટીઓ જોવા મળી હતી.
કુલ 26,179 દારૂની બોટલો કબજે કરાઈ હતી. જેની કિંમત 1,53,86,500 આંકવામાં આવી છે.આ સાથે 10 લાખના ટેન્કર અને ત્રણ મોબાઇલ મળી કુલ 1,64,26,500 નો મુદ્દામાલ કબજે કરી કોડાય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આગળની તપાસ એલસીબીએ હાથ ધરી છે પશ્ચિમ કચ્છનો આ અત્યારસુધીનો સૌથી મોટો દરોડો છે.
દારૂ મંગાવનાર મુખ્ય બુટલેગર ત્રગડીનો યુવરાજસિંહ વજુભા જાડેજા, અબડાસાના ખાનાયનો જીતુભા ઉર્ફે જીતીયો મંગળસિંહ સોઢા, ટેન્કરનો ડ્રાઇવર કૃષ્ણકુમાર માલારામ જાટ ચૌધરી, લોકેન્દ્રસિંહ પુરનસિંહ રાજપુત અને પ્રાગપરથી ટેન્કરમાં બેસનાર ગુંદિયાળીના રામદેવસિંહ ઉર્ફે ઋતુરાજસિંહ જાડેજા તેમજ માલ મોકલનાર અજાણ્યા મોબાઈલ ધારક સામે કોડાય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગેસના ટેન્કરમાં ઢાંકણું ખોલીને જોતા તેમાં દારૂની પેટીઓ હતી ત્યાંથી શરાબની પેટીઓ બહાર કાઢવી મુશ્કેલ બનતા કટર વડે ટેન્કરનું ઢાંકણું કાપી દારૂની પેટીઓ કાઢવામાં આવી હતી.આખી રાત આ કામગીરી ચાલી હતી
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો