RICE WORTH 2.6 LAKH SEIZED IN MIRZAPAR : મિરજાપરમાં પરિશ્રમ કોમ્પ્લેક્ષની પાછળથી પુરાવા વગરના 2.60 લાખના ચોખા ઝડપાયા

RICE WORTH 2.6 LAKH SEIZED IN MIRZAPAR : સસ્તા અનાજના દુકાનદારો અવરનવાર અનાજનો જથ્થો બારોબાર વેચી દેતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે તેવામાં હવે શહેર નજીક આવેલ મિરજાપરમાં પરિશ્રમ કોમ્પ્લેક્ષની પાછળથી આધાર પુરાવા વગરના ચોખા ભરેલો ગોડાઉન એલસીબીએએ ઝડપી લીધો છે.200 બાચકામાં ભરેલ રૂપિયા 2.60 લાખના ચોખાનો ગોડાઉન મામલતદાર અને પુરવઠા વિભાગની તપાસ બાદ શીલ કરી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે, મિરજાપરમાં પરિશ્રમ કોમ્પ્લેક્ષની પાછળ આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ ચોખાના બાચકા પડેલા છે.બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા ગોડાઉનમાંથી રૂપિયા 2.60 લાખની કિંમતના 200 બાચકા ચોખા મળી આવ્યા હતા.
પોલીસે સ્થાનિકે હાજર શખ્સને ચોખાના જથ્થાનો આધાર પુરાવો આપવા કહેતા કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા.જેથી એલસીબીએ શહેર મામલતદાર તથા જિલ્લા પુરવઠા અધિકારીને અને તેમની ટીમને સ્થળ પર બોલાવ્યા હતા.જેમણે ચોખાના જથ્થા મામલે તપાસ કરી ગોડાઉનને શીલ કરી દીધો છે.