RETIRED TEACHERS RECRUIT CANCELLED : શિક્ષકોની ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ ખાલી જગ્યા ભરવા જાહેરાત કરાઈ હતી, 2 દિવસમાં ભરતીનો નિર્ણય રદ

RETIRED TEACHERS RECRUIT CANCELLED : શિક્ષકોની ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ ખાલી જગ્યા ભરવા જાહેરાત કરાઈ હતી, 2 દિવસમાં ભરતીનો નિર્ણય રદ.

RETIRED TEACHERS RECRUIT CANCELLED
RETIRED TEACHERS RECRUIT CANCELLED

RETIRED TEACHERS RECRUIT CANCELLED : રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તો એ જગ્યા પર વચગાળાની વ્યવસ્થારૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ આ નિર્ણય સામે રાજ્યમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધનો સૂર વ્યક્ત કરતાં બે દિવસમાં યુટર્ન લીધો છે અને નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રદ કરાયો છે.

રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તો એ જગ્યા પર વચગાળાની વ્યવસ્થારૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો.

RETIRED TEACHERS RECRUIT CANCELLED
RETIRED TEACHERS RECRUIT CANCELLED

RETIRED TEACHERS RECRUIT CANCELLED : નિવૃત્ત શિક્ષકોની કામચલાઉ ભરતી માટેની જાહેરાત કરાયા બાદ વિરોધના પગલે રાજ્ય સરકારે ભરતીનો નિર્ણય રદ કરવાની જાહેરાત કરી છે. જે પરિપત્ર જાહેર કરાયો છે એમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ જે જગ્યાઓ ખાલી પડી છે એના પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવી હતી. એ મૂળ અસરથી રદ કરવામાં આવે છે.

રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતીની જાહેરાત થતાં ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં નારાજગીનો સૂર ઊઠ્યો હતો.

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ભરતી અંગે વિરોધપક્ષ અવારનવાર સવાલ ઉઠાવે છે. એમાંય વળી શિક્ષણનો સ્તર કથળતો જતો હોવાની વ્યાપક ફરિયાદો કરાય છે. એક દાવા મુજબ ગુજરાતમાં શિક્ષકો તથા આચાર્યોની 4 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. શિક્ષણ વિભાગની આ જગ્યાઓ ભરવા માટે અન્ય ભરતી બોર્ડની જેમ જ સરકારે જુદા આયોગની રચના કરવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. વર્ષ 2013માં બહાર પાડવામાં આવેલા જાહેરનામાને આજે 12 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં એનો હજુ સુધી અમલ થયો નથી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *