Raw : ‘રૉ’ ના નવા પ્રમુખ બન્યાં પરાગ જૈન, ઓપરેશન સિંદૂરમાં ભજવી હતી ભૂમિકા

Raw : ‘રૉ’ ના નવા પ્રમુખ બન્યાં પરાગ જૈન, ઓપરેશન સિંદૂરમાં ભજવી હતી ભૂમિકા

Raw ભારતીય ગુપ્ત એજન્સી રૉના નવા બૉસ મળી ગયા છે. રિસર્ત એનલિસિસ વિંગ (રૉ)ના નવા ચીફ પરાગ જૈનને બનાવવામાં આવ્યા છે. પરાગ જૈન પંજાબ કેડરના 1889 બેચના IPS ઓફિસર છે. રૉ ચીફ તરીકે તેમનો કાર્યકાળ બે વર્ષનો હશે. તે રવિ સિન્હાની જગ્યા લેશે, જેનો કાર્યકાળ 30 જૂને પૂરો થઈ રહ્યો છે. પરાગ જૈન હાલ એવિએશન રિસર્ચ સેન્ટરનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે પાકિસ્તાનના મામલે નિષ્ણાત માનવામાં આવે છે.

Raw : ઓપરેશન સિંદૂર દરમિયાન મહત્ત્વની કામગીરી

એવિએશન રિસર્ચ સેન્ટરે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સશસ્ત્ર દળો સામે ગુપ્ત જાણકારી એકઠી કરી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જૈન પહેલાં ચંડીગઢના એસએસપી રહી ચુક્યા છે અને કેનેડા તેમજ શ્રીલંકામાં પણ ભારતીય પ્રતિનિધિના રૂપે પણ સેવાઓ આપી ચુક્યા છે. પરાગ જૈનને જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેમણે સંઘર્ષગ્રસ્ત કેન્દ્ર શાસિત પ્રદેશમાં આતંકવાદ વિરોધી વ્યૂહનીતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સોમવારે (30 જૂન) તેમણે પોતાનો પદ સંભાળશે.

Raw : ક્યારે અસ્તિત્વામાં આવ્યું રૉ?

રૉની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968ના દિવસે થઈ હતી. આ સંસ્થાના પહેલા ચીફ આર.એન કાવ હતા. રૉનું સૌથી મુખ્ય કામ એ જાણકારી મેળવવાનું હોય છે કે, ભારત સામે વિદેશમાં કોઈ કાવતરૂ તો નથી ઘડવામાં આવી રહ્યું ને? આ સિવાય તે ગુપ્ત મિશનને અંજામ આપે છે. રૉના પ્રભારી ખુદ વડાપ્રધાન હોય છે. રૉ ચીફ પોતાનો ડેઇલી રિપોર્ટ સિક્યોરિટી એડવાઇઝરને આપે છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *