RAPAR SEWER LINE PROBLEM SOLVED : રાપર શહેરમાં નગરપાલિકા દ્વારા રાતોરાત યુદ્ધના ધોરણે ચોકઅપ થયેલી ગટર લાઈન બદલવાની કામગીરી

RAPAR SEWER LINE PROBLEM SOLVED : રાપર શહેરમાં નગરપાલિકા દ્વારા રાતોરાત યુદ્ધના ધોરણે ચોકઅપ થયેલી ગટર લાઈન બદલવાની કામગીરી

RAPAR SEWER LINE PROBLEM SOLVED
RAPAR SEWER LINE PROBLEM SOLVED

RAPAR SEWER LINE PROBLEM SOLVED : રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં ગટર લાઈનની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. રાપર-ધોળાવીરા રોડ પર સલારી નાકા શાળાના મુખ્ય માર્ગથી ગેલીવાડી સુધીની ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ હતી. આ સમસ્યા અંગે વિસ્તારના રહીશોએ નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઇ અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવી સમક્ષ રજૂઆત કરી હતી.

RAPAR SEWER LINE PROBLEM SOLVED
RAPAR SEWER LINE PROBLEM SOLVED

રજૂઆતને ગંભીરતાથી લેતાં નગરપાલિકાના અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધાં. પ્રમુખ ચાંદભાઇ ભીંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાનજી ડોડીયા અને અન્ય સ્ટાફે સાંજે નવ વાગ્યાની આસપાસ કામગીરી શરૂ કરી. હિટાચી મશીન, જેસીબી અને ટ્રેક્ટરની મદદથી ખોદકામ કરી ચોકઅપ થયેલી ગટર લાઈન બદલી નવી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી.

મોડી રાત સુધી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખી, નગરપાલિકાની ટીમે સમસ્યાનો કાયમી નિવેડો લાવ્યો. આ અંગે નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઇ ભીંડેએ જણાવ્યું કે રાપર-ધોરાવીરા રોડ પરની ગટર લાઈનની સમસ્યા હલ કરવા માટે દિવસે અને રાત્રે રોડ બંધ કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે રાપર શહેરમાં 2003માં ગટર લાઈન નાખવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં નવી ગટર લાઈનની યોજના મંજૂરી માટે સર્વે કરી મોકલવામાં આવશે. આગામી સમયમાં આ યોજના અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી નગરજનો ગટર સંબંધિત સમસ્યાઓથી કાયમી છુટકારો મેળવી શકે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *