RAPAR HOMEGUARD : રાપર હોમગાર્ડે નવા વર્ષની શુભેચ્છાઓ સાથે દિવ્યાંગ આશ્રમમાં ભોજન કરાવ્યું

RAPAR HOMEGUARD : રાપર હોમગાર્ડે નવા વર્ષની શુભેચ્છાઓ સાથે દિવ્યાંગ આશ્રમમાં ભોજન કરાવ્યું.

RAPAR HOMEGUARD 1
RAPAR HOMEGUARD 1

રાપર હોમગાર્ડ દ્વારા ગ્રામ્ય સેવા સંગઠન ખાતે દિવ્યાંગ બાળકો અને વૃદ્ધો માટે ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષની શુભેચ્છા મુલાકાતના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50થી વધુ દિવ્યાંગ વ્યક્તિઓએ સ્વાદિષ્ટ ભોજનનો લાભ લીધો હતો.

RAPAR HOMEGUARD
RAPAR HOMEGUARD

હોમગાર્ડ યુનિટ દ્વારા તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ સમાજને પ્રેરણા આપવાના હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. હોમગાર્ડના સભ્યોએ પોતાના પગારમાંથી ભંડોળ એકત્ર કરીને આ ભોજનની વ્યવસ્થા કરી હતી.

RAPAR HOMEGUARD 2
RAPAR 

આ પ્રસંગે પીએસઆઈ આર.આર. આમલીયાર, પી.એલ. ફણેજા અને હોમગાર્ડ યુનિટ ઇન્ચાર્જ નરેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

હોમગાર્ડ દળના સભ્યો હાર્દિક ત્રિવેદી, હરેશગીરી ગૌસ્વામી, ઉપેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રગીરી ગૌસ્વામી, ભાવેશ ડાભી, શામજી સોલંકી, અનિરુદ્ધસિંહ સોઢા, પ્રકાશ પાલ અને શંકર રાઠોડ સહિતના સભ્યો પણ આ સેવા કાર્યમાં જોડાયા હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *