દિવ્યાંગ બાલિકાઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

દિવ્યાંગ બાલિકાઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ના ઉપક્રમે, આજરોજ શ્રીમતી સુરભીબેન નીરવભાઈ મહેન્દ્રભાઈ વસા – અમદાવાદના સહયોગથી ભુજ નગર થી ૯ કિ.મી.ની દૂર પર આવેલ નવચેતન અંધજન મંડળ – માધાપર, સંચાલિત કન્યાકુંજની દિવ્યાંગ છાત્રાઓ સાથે, રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુક બધીર વિગેરે દિવ્યાંગ બાળાઓએ સંસ્થાના હોદ્દેદારો – કાર્યકરો વિગેરેને કુમકુમ તિલક કરી અક્ષતથી વધાવી કાંડે રક્ષા કવચ બાંધી તેમની રક્ષા માટે પ્રાર્થના કરી હતી .સંસ્થાના મોવડાઓ કાર્યકરો દ્વારા દરેક બાળાને મીઠું મો કરાવી ખાસ સોગાદ આપવામાં આવી હતી. તેમજ દરેકને ગુલાબજાંબુ, ઈડલી, મેંદુ વડા સહિતના ભાવતા ભોજન આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ વી.જી.મહેતાના નેતૃત્વમાં, પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, સી.સી.જોશી, ઓજશ શેઠ, કૌશિક મહેતા, કે. બી. પરમાર, ઋષભ દોશી, વંદન દોશી, દેવાંશ શાહ વિગેરે જહેમત ઉઠાવી હતી. ઝીણાભાઈ દબાસીયા, રીમાબેન ભાટીયા, કેસરબેન મકવાણા વિગેરે સહયોગી રહ્યા હતા. સંચાલન શાંતિલાલ રાજગોરે કર્યું હતું. જ્યારે આભાર દર્શન રીમા બેને કર્યું હતું એવું દિનેશભાઈ શાહની યાદીમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *