
માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ માંડવીના ઉપક્રમે જૈનાચાર્ય કનકસુરીદાદા ની 60મી સ્વર્ગારોહણ તિથિ જીવદયા સહિતના વિવિધ કાર્યક્રમોથી ભક્તિ ભાવપૂર્વક ઉજવાશે પાંચેગચ્છના આયંબિલ પણ થશે માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજર તપગચ્છ જૈન સંઘ માંડવીના ઉપક્રમે, પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી પુણ્યદર્શનાશ્રીજી મ.સા. ઠાણા ૩ની નિશ્રામાં, તા. ૦૩/૦૯ ને રવિવારના રોજ, પરમ પૂજ્ય પરોપકારી શ્રી કચ્છ વાગડ દેશોદ્વારક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કનકસુરીશ્વરજીદાદા ની 60 મી પુણ્ય સ્વર્ગારોહણ તિથિ જીવદયા સહિતના વિવિધ કાર્યક્રમોથી ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.
તા. ૦૩/૦૯ ને રવિવારના સવારના 09:00 વાગે વ્યાખ્યાનમાં જૈનાચાર્ય કનકસુરીશ્વરજી દાદા નો ગુણાનુંવાદ થશે. ૧૦:૩૦ કલાકે પૂજા ભણાવાશે .૧૨ વાગે આયંબિલ શાળામાં પાંચેગચ્છના આયંબિલ કરાવવામાં આવશે. બપોર પછી માંડવીની પાંજરાપોળમાં મૂંગા પશુઓને ગોળ, ભુંસો અને નીલાચારા નું નિરણ કરાશે તેમજ શ્વાનોને લાપસીનુ ભોજન આપીને જીવદયા નું કાર્ય થનાર હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
માંડવી વાગડ ચોવીસી મંડળ તરફથી પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. વ્યાખ્યાનમાં ગુણાનુ વાદ માં પ્રભાવના, આયંબીલમાં પ્રભાવના તથા પ્રતિક્રમણમાં પ્રભાવના કરાશે. ગાયમાતાને લીલા ચારાનું નીરણ કરાશે તેમ જ શ્વાનોને લાપસીનું ભોજન આપીને જીવદયા નું કાર્ય કરીને જૈનાચાર્ય કનકસુરી દાદાની 60 મી સ્વર્ગારોહણ તિથી ઉજવાશે.