RAJKOT MURDERED NEWS: રાજકોટમાં ભાઇની હત્યાનો બદલો લેવા મામાના પુત્રનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર

RAJKOT MURDERED NEWS : પોલીસ દ્વારા ચારેય હત્યારા સકંજામા હોવાનુ જણાવ્યુ છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં રહેતા પરિવારની પુત્રીની છેડતી કરતા મામાએ ભાણેજની હત્યા કરી હતી. ભાઇની હત્યાનો બદલો લેવા હત્યારા મામાનાં પુત્રનુ મેટોડા ખાતેથી બે પિતરાઇ સહિત 4 શખ્સોએ કારમા અપહરણ કરી છરી – ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનુ મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. મૃતક યુવકના પરિવારે હત્યારાઓ ન ઝડપાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જયારે યુવકને મોતને ઘાટ ઉતારનાર ચારેય શખ્સો હાથવેંતમા હોવાનુ સુત્રોમાથી જાણવા મળ્યુ છે.
RAJKOT MURDERED NEWS : આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા રૈયાધાર વિસ્તારમા આવેલા ઇન્દીરાનગરમા રહેતા શિવરાજ ગોવીંદભાઇ મુછડીયા નામનો 18 વર્ષનો યુવાન રાત્રીનાં આઠેક વાગ્યાનાં અરસામા મેટોડામા હતો. એ સમયે તેનાં ફઇનાં દિકરા ખુશાલ હમીર મેરીયા અને તેના ભાઇ રાહુલ હમીર મેરીયા, તેના પિતા હમીર મનજી મેરીયા, રોહીત કીરીટભાઇ ઉર્ફે તીરથભાઇ રાખશીયા, ઝઘડો કર્યો હતો. યુવકનું કારમા અપહરણ કરી રાજકોટનાં 150 ફુટ રીંગ રોડ પર આવેલા પરશુરામ મંદિર પાસે લઇ ગયા હતા. જ્યાં છરી – ધોકા વડે માર માર્યો હતો. ગંભીર ઇજાઓ પહોંચતા યુવકને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકના પરિવારે હત્યારાઓ ન ઝડપાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
RAJKOT MURDERED NEWS : શિવરાજ મુછડીયા 3 બહેનોનો એકનો એક ભાઇ હતો. અને છેલ્લા બે મહીનાથી ત્રણેય ભાઇ – બહેન મેટોડા ખાતે રહેતા હતા. અને મેટોડામા કારખાનામા કામ કરતા હતા. શિવરાજ મુછડીયાની બહેનની હુમલાખોર શખ્સોનો ભાઇ જયદીપ મેરીયા દારૂનાં નશામા ગમતી હોવાનો અને લગ્ન માટે દબાણ કરી છેડતી કરતો હતો. જેનો ખાર રાખી શિવરાજ મુછડીયાનાં પિતા ગોવિંદભાઇ મુછડીયાએ પુત્રીની છેડતી કરતા ભાણેજ જયદિપનુ પડધરીનાં ઢોકરીયા ગામે હત્યા કરી હતી. હત્યાના આ ગુનામાં ગોવિંદ મુછડીયા અને તેમના પત્ની જેલમાં છે. જેનો ખાર રાખી ભાઇની હત્યાનો બદલો લેવા બંને સગા ભાઇઓએ બે શખ્સો સાથે મળી મામાનાં દિકરાનુ અપહરણ કરી ઢોર માર મારી હત્યા નીપજાવી હોવાનુ જાણવા મળ્યુ છે. પોલીસ દ્વારા ચારેય હત્યારા સકંજામા હોવાનુ જણાવ્યુ છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.