રાજસ્થાનથી સુરેન્દ્રનગર તરફ દારૂની હેરાફેરી કરતી ઇકો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઇવે ઉપર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો સામે આવે છે. જેમાં રાજસ્થાનથી સુ

રેન્દ્રનગર તરફ દારૂની હેરાફેરી કરતી ઇકો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ઇકો કારે હાઇવે પર પલટી મારી હતી. લખતર પાસેના ઓળક નજીક ઇકો કારે પલટી મારતા રોડ ઉપર દારૂની બોટલો અને બિયરના ટીન વેરાણ શેરણ થઈ ગયા હતા. જેની લોકો લૂંટ ચલાવી રહ્યા હતા ને પોલીસ આવી ગઇ હતી.

….લખતર હાઇવેના રોડ ઉપર દારૂની બોટલો અને બિયરના ટીન લેવા માટે લોકોના ટોળા વળતા બોટલો લેવા માટે પડાપડી બોલી જવા પામી હતી. આ ગોઝારા અકસ્માતના બનાવની જાણ લખતર પોલીસને થતા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ ગઇ હતી. આ અકસ્માતની ઘટનામાં કારના ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા એને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે લખતર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. કારના ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ત્યારે લખતરના ઓળક ગામ પાસે દારૂ ભરીને જઈ રહેલી ઇકો કાર પલટી મારતા રોડ ઉપર દારૂની બોટલોની રેલમછેલ થઇ જતા અફડાતફડી મચી જવા પામી હતી. પાટણમાંથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા. તાજેતરમાં જ સિદ્ધપુર રોડ પર પુનસણ પાસે સ્કોડા અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કોડા કારમાં દારૂ અને બિયરનો જથ્થો ભરેલો હોવાની સ્થાનિક લોકોને જાણ થતાં લોકોએ અકસ્માતની ઘટનામાં પણ અવસર શોધી લીધો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *