Rail Accident: બાલાસોર ટ્રેન અકસ્માત મામલે CBIની મોટી કાર્યવાહી, 3 રેલવે કર્મચારીઓની કરી ધરપકડ

Rail Accident: ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત મામલે સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ શુક્રવારે (7 જુલાઈ) ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત મામલે ત્રણ રેલવે કર્મચારીઓની ધરપકડ કરી છે.

Rail Accident:ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત મામલે સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ શુક્રવારે (7 જુલાઈ) ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત મામલે ત્રણ રેલવે કર્મચારીઓની ધરપકડ કરી છે.

Rail Accident : આ ત્રણના નામ છે સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મહંતો, સિનિયર સેક્શન એન્જિનિયર મોહમ્મદ આમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમાર. મહંતો, ખાન અને પપ્પુની આઈપીસીની કલમ 304 અને 201 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઈ દ્વારા અકસ્માત બાદ સ્ટેશન સીલ કરવામાં આવ્યું હતું

Rail Accident : તમને જણાવી દઈએ કે બાલાસોરના જે બહાનગા બજાર રેલ્વે સ્ટેશન પર આ અકસ્માત થયો ત્યાથી દરરોજ લગભગ 170 ટ્રેનો પસાર થાય છે. અકસ્માત બાદ સીબીઆઈએ લોગ બુક, રિલે પેનલ અને સાધનો જપ્ત કરીને સ્ટેશનને સીલ કરી દીધું હતું. હાલમાં બહાનગા બજાર સ્ટેશન પર કોઈ ટ્રેન ઉભી રહેતી નથી. 2 જૂનના રોજ, ત્રણ ટ્રેનોનો અકસ્માત થયો હતો જેમાં 292 લોકોના મોત થયા હતા જ્યારે 1,208 લોકો ઘાયલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *