મોટેરા સ્ટૅડિયમનું નામ નરેન્દ્ર મોદી થતાં જુઓ રાહુલ ગાંધીએ કર્યો કેવો કટાક્ષ, પ્રિયંકાએ પણ કહ્યું વિશ્વની પ્રથમ ઘટના

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીને નામે કરવામાં આવ્યાં બાદ કોંગ્રેસ નેતા રાહુલે ગાંધીએ ટ્વિટ કરીને કટાક્ષ કર્યો હતો. 
રાહુલે ટ્વિટ કરીને કટાક્ષ કરતા જણાવ્યું કે ખૂબ જ સુંદર કે કેવી રીતે સત્ય પોતાની મેળે જ પ્રગટ થયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ- અદાણી એન્ડ -રિલાયન્સ એન્ડ અને જય શાહ તેના પ્રમુખ. 
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાઁધીએ પણ ટ્વિટ કરીને કટાક્ષ કર્યો હતો કે નરેન્દ્ર મોદીએ નરેન્દ્ર મોદીના જીવનમાંથી પ્રેરણા લઈને મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું છે. આત્મમોહની પરકાષ્ઠા. આ વિશ્વની પહેલી એવી ઘટના છે કે જેમાં જીવતા વ્યક્તિને નામે કોઈ જાહેર સંપત્તિનું નામકરણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *