PROTEST TRUMP TARIFF IN GUJARAT : ટ્રમ્પના ટેરિફ સામે સૌરાષ્ટ્રમાંથી વિરોધ શરૂ, અમેરિકન વસ્તુઓની હોળી

PROTEST TRUMP TARIFF IN GUJARAT : અમેરિકન પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર આકરા ટેરિફ લગાવવામાં આવ્યા છે. 25 ટકા ટેરિફ લાગુ કરાયા બાદ વધુ 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જેની સામે હવે ગુજરાત અને ભારતમાંથી વિરોધનો સૂર ઉઠવાનું શરૂ થયું છે. અમરેલીમાં ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીની હાજરીમાં શહેરીજનોએ ટ્ર્મ્પના આકરા ટેરિફનો વિરોધ કરવા અમેરિકન વસ્તુઓની હોળી કરી હતી. દિલીપ સંઘાણીએ અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોને આહવાન કર્યું છે.

PROTEST TRUMP TARIFF IN GUJARAT : અમેરિકાએ ભારત પર આકરો ટેરિફ નાખતા ભારતના અનેક ઉદ્યોગોને ફટકો પડવાની ભીતિ છે. ત્યારે હવે અમેરિકા સામે સૌરાષ્ટ્રથી વિરોધનો સૂર ઉઠ્યો છે. અમરેલીમાં સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંંઘાણી, ભરત કાનાબાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેરીજનોએ અમરેલીના રાજકમલ ચોકમાં એકત્ર થઈ અમેરિકન વસ્તુઓની હોળી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, ભારતીય જન પરિષદ ભારતની જનતાનો અવાજ છે, જનતા વતી ભારતમાં અવાજ ઉઠાવવાની ફરજ પડે ત્યારે અમે અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઈટમોની હોળી થતી તેવી રીતે હોળી કરવી, જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા તેવો ગઈકાલે નિર્ણય કર્યો હતો.

PROTEST TRUMP TARIFF IN GUJARAT : વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જ્યારે રાષ્ટ્ર પર જે જે પ્રકારની આફત આવે ત્યારે પોતાની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને અડીખમ રાખ્યું છે. લાલબહાદુર શાસ્ત્રી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે અમેરિકા અનાજ આપવામાં પણ ખચકાટ કરતું હતું. પશુ ખાઈ શકે તેવું અનાજ આપતા હતા. એ દિવસોમાં લાલબહાદુર શાસ્ત્રીએ અપીલ કરી હતી કે, ભારતમાં અનાજની તંગી છે માટે એક દિવસ ઉપવાસ કરવો. તે દિવસે ઉપવાસ કરીને એકતા બતાવવામાં આવી હતી.
સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત જ્યારે આજે ડિફેન્સમાં સક્ષમ બન્યું છે ઓપરેશન સિંદૂરમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમરિકા અને ચાઈના જે જડબાતોડ જવાબ આપનારા વિમાનોને તોડી પડાયા હતા અને વિજય પ્રાપ્ત કર્યો હતો. તેવી સ્થિતિમાં અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે.
PROTEST TRUMP TARIFF IN GUJARAT : ભારત આજે તમામ ક્ષેત્રમાં સક્ષમ થઈ રહ્યું છે. આર્થિક ક્ષેત્રે વિશ્વમાં ત્રીજા નંબરે જઈ રહ્યુ છે. ત્યારે ટેરિફ વધારીને ભારતને દબાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ભારતના નાગરિકો જાગૃત થાય અને અમેરિકાની કોઈપણ પ્રોડક્ટનો વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે તેની જનજાગૃતિ માટે આજે આ કાર્યક્રમ કરાયો હતો.
હું દેશની જનતાને અપીલ કરું છું કે, આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને મજબૂર નહીં પણ મજબુત બનાવીએ એ માટે આપણે બધા આગળ આવીએ. ઓપરેશન સિંદૂરમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમરિકા અને ચાઈના જે જડબાતોડ જવાબઆપનારા વિમાનોને તોડી પડાયા હતા અને વિજય પ્રાપ્ત કર્યો હતો તેવી સ્થિતિમાં અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે.
PROTEST TRUMP TARIFF IN GUJARAT : અમરેલી ભાજપ નેતા ડૉ.ભરત કાનાબારએ જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વમાં ત્રીજી આર્થિક મહાસત્તા તરીકે શક્તિશાળી બનીને ઉભરી રહ્યું છે, ત્યારે ટ્રમ્પે ભારતને દબાવાવ માટે, ગભરાવવા માટે જે આકરો ટેરિફ નાખ્યો છે જેની સામે સમગ્ર દેશની પ્રજામા એક પ્રચંડ રોષની આંધી જોવા મળી છે. આજે અમરેલીના નગરિકોએ આગેવાનોની ઉપસ્થિતીમાં અમેરિકન પ્રોડક્ટની હોળી કરી છે અને એક સિમ્બોલિક વિરોધ કર્યો છે.
અમે આ દાદાગીરી સામે ઝુકીશું નહિં, નરેન્દ્રભાઇના નેતૃત્વ હેઠળ ભારત જે વલણ રાખ્યું છે, તેની સામે નહિં ઝુકવાનું, એને અમે સમર્થન આપ્યું છે. આવનારા દિવસોમાં જો આ ટેરિફ અટકાવવામાં નહીં આવે તો આનાથી વધુ આકરા પગલાંઓ અને આંદોલનો અમરેલીની ધરતી પર ઊભા થશે.