
program : સીમલા સોલન માં પૂર્વી લોકકલા કેન્દ્ર ભુજની દીકરીઓએ ઓલ ઇન્ડિયા લોકનૃત્ય સહિત ત્રણ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને ત્રણ ટ્રોફી મેળવી કચ્છ જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધાર્યું.
program : કોરીયોગ્રાફર તરીકે રામપર વેકરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય અને રાજ્ય એવોર્ડ વિજેતા શૈલેષભાઈ સિંઘલે સેવા આપી હતી.
program : સીમલા સોલન માં પૂર્વી લોકકલાકેન્દ્ર ભુજના ગણેશ નગર ની દીકરીઓએ ઓલ ઇન્ડિયા લોકનૃત્ય સહિત ત્રણ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને, ત્રણ ટ્રોફી મેળવીને માત્ર કચ્છ જિલ્લાનું નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.
program : કોરિયોગ્રાફર તરીકે માંડવી તાલુકા ની રામપર વેકરા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય અને રાજ્ય એવોર્ડ વિજેતા શૈલેષભાઈ સિંઘલે સેવા આપી હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
program : પૂર્વી લોકકલા કેન્દ્ર ભુજ ના ગણેશ નગર ની દીકરીઓએ ઓલ ઇન્ડિયા લોકોનૃત્યમાં પ્રથમ નંબર, સીમલામાં નીકળેલ શોભા યાત્રામાં પ્રથમ નંબર અને સમગ્ર લોક નૃત્યના પહેરવેશમાં બેસ્ટ કોસ્ચ્યુમ માં પ્રથમ નંબર મેળવીને સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે અત્રે એ, ઉલ્લેખનીય છે કે કુલ ૫૦૦ સ્પર્ધક અને ૫૧ ટીમોએ ભાગ લીધો હતો. કચ્છી લોકો નૃત્યમાં ગજીયો સતત પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ સ્પર્ધા સીમલામાં દર વર્ષે યોજવામાં આવે છે. આ 35 માં વર્ષે 35મી સ્પર્ધા હતી. લોકો નૃત્યમાં સિનિયર ગ્રુપમાં 51 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કચ્છ, ગુજરાત તથા ટીપણી અને બેડા નું મિક્સિંગ કરી સુંદર ગજિયાની કોરિયોગ્રાફી રાજ્ય એવોર્ડ વિજેતા શૈલેષભાઈ સિંઘલે કરી હતી ઓડિયન્સમાં આ લોકનૃત્યની ખૂબ પ્રશંસા મેળવી, કચ્છી પરિધાનથી નિર્ણાયકો મંત્રમુગ્ધ બન્યા હતા.
સીમલા કાર્નિવલ સીમલામાં થતી શોભાયાત્રામાં પણ કચ્છી પહેરવેશ માં પૂર્વી લોકકલામાં દીકરીઓ ખૂબ જ સુંદર રજૂઆત કરી પ્રથમ નંબર મેળવ્યો હતો. પૂર્વીકલા લોકકલા કેન્દ્ર ભુજ ગણેશનગર ની રબારી ગઢવી અન્ય દીકરીઓએ લોકનૃત્યમાં પ્રથમ નંબર તથા શોભાયાત્રામાં પ્રથમ નંબર બેસ્ટ કોસ્ચ્યુમ માં પણ પ્રથમ નંબર મેળવી સમગ્ર કચ્છ સહિત ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.
program : સ્પર્ધાના અંતે હિમાલય પ્રદેશના સામાજિક અને ન્યાય મંત્રી શ્રી ધનીરામ સાહિલના હસ્તે વિજેતા દીકરીઓને ટ્રોફી અપૅણ કરવામાં આવી હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.