PRESS BRIEFING ON INDIA AND PAKISTAN : વિદેશ મંત્રાલયએ પત્રકાર પરિષદમાં જાણકારી આપી 300થી 400 ડ્રોન વડે હુમલો કર્યા બાદ પેસેન્જર્સ પ્લેન ઉડાડી ઢાલ બનાવ્યા

PRESS BRIEFING ON INDIA AND PAKISTAN : પહલગામ પર આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને PoK સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ તથા ડ્રોનથી સ્ટ્રાઈક કરી હતી. જે બાદ પાકિસ્તાને પણ ભારતના અનેક શહેરો પર મિસાઇલથી હુમલો કરવાના પ્રયાસ કર્યા પરંતુ ભારતીય સેનાએ તમામ પ્રયાસ નિષ્ફળ બનાવ્યા. જે બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એવામાં વિદેશ મંત્રાલયએ પત્રકાર પરિષદમાં જુઓ શું જાણકારી આપી…
જનરલ સોફિયા કુરૈશીએ જણાવ્યું હતું, કે મધ્ય રાત્રિએ પાકિસ્તાની સેનાએ ભારતીય એરસ્પેસનો ઉલ્લંઘન કર્યો અને નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો. પાકિસ્તાને 36 સ્થાનો પર 300થી 400 ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ મોટા ભાગના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. ડ્રોનના કાટમાળની તપાસ કરવામાં આવી રહી છે, જોકે પ્રાથમિક જાણકારી અનુસાર આ ડ્રોન તુર્કીયેના છે. રાત્રિમાં જ પાકિસ્તાને UAVથી ભટીંડા સૈન્ય સ્ટેશન પર હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. જેના જવાબમાં ભારતે ચાર ડ્રોન પાકિસ્તાન તરફ છોડ્યા જેમાંથી એક ડ્રોન રડારને તોડવામાં સફળ રહ્યું.
PRESS BRIEFING ON INDIA AND PAKISTAN : પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ તથા LoC ( નિયંત્રણ રેખા ) પર ભારે ગોળીબાર પણ કર્યો જેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના અમુક જવાન ઈજાગ્રસ્ત થયા છે. ભારતીય સેનાએ જણાવ્યું છે કે પાકિસ્તાન તેના નાગરિક વિમાનોને ઢાલ બનાવીને ઉપયોગ કરી રહ્યું છે. સરહદ નજીક ભારતના એરસ્પેસમાં કોઈ નાગરિક વિમાને ઉડાન નથી ભરી, પરંતુ પાકિસ્તાનના એરસ્પેસમાં નાગરિક વિમાનો ઉડાન ભરી રહ્યા હતા.
ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું, કે ‘પાકિસ્તાન દ્વારા પૂંછમાં ગુરુદ્વારા પર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દુનિયાને ભરમાવવા માટે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે કે ભારતે નનકાના સાહિબ ગુરુદ્વારા પર ડ્રોનથી હુમલો કર્યો છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં કરતારપુર સાહિબ કોરિડોર આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે.