લાલ કિલ્લા હિંસાના માસ્ટરમાઈન્ડ દીપ સિદ્ધુ પર પોલીસે 1 લાખનું ઈનામ કર્યું જાહેર…

26 જાન્યુઆરીના દિવસે ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાના માસ્ટરમાઈન્ડ દીપ સિદ્ધુ પર દિલ્હી પોલીસે કમરકસવાનું કામ શરુ કરી દીધું છે. દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ, જુગરાજ સિંહ સહિત 4 લોકો પર એક એક લાખનું ઈનામ જાહેર કર્યુ છે. આ લોકો લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવા અને લોકોને હિંસા માટે ઉશ્કેરવામાં સામેલ હતા.

હિંસામાં સામેલ 4 અન્ય લોકો પર 50-50 હજારનું ઈનામ
એટલું જ નહીં પોલીસે હિંસામાં સામેલ ચાર અન્ય લોકો પર 50-50 હજારનું ઈનામ રાખ્યું છે. દિલ્હી પોલીસે હિંસાની તપાસ કરવા માટે જોઈન્ટ કમિશ્નર બીકે સિંહના નેતૃત્વમાં સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)નું ગઠન કર્યુ છે. SITની ટીમે 3 અન્ય ડીસીપી જોય તુર્કી, ભીષણ સિંહ અને મોનિકા ભારદ્વાજ પણ સામેલ છે. 

ક્રાઈમ બ્રાન્ચની ટીમો તપાસ કરી રહી છે

મળતી જાણકારી મુજબ હવે દીપ સિદ્ધુના બિહારમાં છુપાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે ત્રણેય આરોપની શોધ તેજ કરી દીધી છે. આ મામલામાં ક્રાઈમ બ્રાન્ચની 13 ટીમો તપાસ કરી રહી છે. જેમણે 50થી વધારે હિંસા કરનારા લોકોની ઓળખ કરી લીધી છે. હિંસા બાદ અત્યાર સુધી 14 ટ્રેક્ટર પણ જપ્ત કરી દેવામાં આવ્યા છે. પોલીસે પોતાની કાર્યવાહી આગળ વધારી રહી છે. સાથે દાવો કર્યો છે કે ગુનેગારોને છોડવામાં નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *