PoK ના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં હેલિકોપ્ટર દુર્ઘટના, 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત

PoK ના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં હેલિકોપ્ટર દુર્ઘટના, 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત
PoK ના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં હેલિકોપ્ટર દુર્ઘટના, 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત

PoK ના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં હેલિકોપ્ટર દુર્ઘટના, 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત

PoK પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક હેલિકોપ્ટર ક્રેશ થતા પાંચ લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતના કારણે થયેલા ક્રેશના કારણે પાકિસ્તાન આર્મી એવિએશનની સુરક્ષા અને ટેકનિકલ તૈયારીઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

PoK એટલે કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર ક્રેશમાં 2 પાઇલટ સહિત ઓછામાં ઓછા 5 ક્રૂ સભ્યોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે. અધિકારીઓએ આ અકસ્માત અંગે માહિતી આપી છે.

PoK ડામેરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) અબ્દુલ હમીદે એક નિવેદનમાં જણાવ્યું કે અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે. હેલિકોપ્ટર એક નવા પ્રસ્તાવિત હેલિપેડ પર પરીક્ષણ માટે ઉતરી રહ્યું હતું. આ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું. ગયા મહિને ખૈબર પખ્તુનખ્વા સરકારનું હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તાજેતરના અઠવાડિયામાં આ બીજો અકસ્માત છે.

PoK આ દરમિયાન અધિકારીઓએ હેલિકોપ્ટર અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે જેમાં અકસ્માતનું કારણ શોધવામાં આવી રહ્યું છે, પરંતુ આ દુર્ઘટનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ગિલગિટ-બાલ્ટિસ્તાન કવિસ્તારમાં ચિંતા વધારી દીધી છે. પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતોને કારણે પાકિસ્તાન આર્મી એવિએશનની સુરક્ષા વ્યવસ્થા અને ટેકનિકલ તૈયારીઓ પર સવાલ થઈ રહ્યા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *