PMO ઓફિસર બની લોકોને મામૂ બનાવતો વડોદરાનો મયંક પકડાયો

PMOના ડાયરેક્ટર હોવાની ઓળખ આપનાર મયંક તિવારીને વડોદરા ગ્રામ્ય પોલીસ ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

PMOમાં અધિકારી છું કહીને જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે ફરતા કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે ગુજરાતમાં પણ ઠગાઈના ગુના નોંધાયા છે. રિમાન્ડ પૂર્ણ થતા કિરણ પટેલને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ત્યારે વધુ એક ઠગ ઝડપાયો છે.

વડોદરા ગ્રામ્ય પોલીસે નકલી PMO ઓફિસરની કરી ધરપકડ

મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક બોગસ PMO ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય પોલીસે PMOના ડાયરેક્ટરની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગ મયંક તિવારીની ધરપકડ કરી છે. સમાં વિસ્તારમાં રહેતો મયંક તિવારી લાંબા સમયથી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીના રડારમાં હતો. જે પછી અંતે તેને ઝડપી લેવામાં આવ્યો છે.

PMOના ડાયરેકટર તરીકે આપતો હતો ઓળખવડાદરામાં આવેલી પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને મંયક તિવારીએ પોતે PMOનો ડાયરેક્ટર હોવાની ઓળખ આપી શિક્ષણ ક્ષેત્રે રીસર્ચના પ્રોજેક્ટ માટે સરકારમાંથી મંજૂરી લાવી આપવાની વાત કહી હતી. જોકે, કિરણ પટેલની ધરપકડ થયા બાદ પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને મયંક તિવારી પર શંકા ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *