
વડાપ્રધાન (MODI) નો કચ્છપ્રેમ ઝળકયો , સહેલાણીઓ ઉમટશે
વીડિયો શેર કરી ઉષ્માભર્યું આતિથ્ય જોવા વિનંતી કરીકચ્છ ટુરિઝમ ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચ્યું છે અને રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ ડેસ્ટિનેશન છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહેલાણીઓને કચ્છના રણનો લાભ લેવા આહવાન કર્યું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને લોકોને ‘રણોત્સવ’ની ઝલક બતાવી છે તેઓએ વીડિયો શેર કરીને કહ્યું છે કે, ‘કચ્છ તમારી રાહ જુએ છે!આવો, રણ ઉત્સવ દરમિયાન સફેદ રણ, કચ્છની અદભુત સંસ્કૃતિ અને ઉષ્માભર્યા આતિથ્યને માણીએ. માર્ચ 2025 સુધી ચાલનાર આ તહેવાર તમારા અને તમારા પરિવાર માટે એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે. કચ્છ તમારા બધાની રાહ જોઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે,રણોત્સવને માણવા દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ કચ્છની પરંપરાગત કળા, સંસ્કૃતિ અને હસ્તકલાનો અનુભવ કરી શકે