PM MODI AT VARANASI VISIT : કાશીમાં મોદીએ 2000 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા, પ્રધાનમંત્રી તરીકે મોદીનો આ 51મો પ્રવાસ છે

PM MODI AT VARANASI VISIT : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી પહોંચી ગયા છે. અહીંથી તેઓ સેવાપુરીના બાનૌલી જશે. જ્યાં તેઓ એક જાહેર સભાને સંબોધિત કરશે. રાજ્યપાલ આનંદીબેન, સીએમ યોગી અને અન્ય મંત્રીઓ હેલિપેડ પર મોદીનું સ્વાગત કરશે.
પીએમ વારાણસીમાં લગભગ 2 કલાક રોકાશે. તેમની જાહેર સભાના એક કલાક પહેલા વારાણસીમાં ભારે વરસાદ શરૂ થયો હતો. હજારો સમર્થકો વરસાદમાં જ સભા સ્થળે પહોંચી ગયા હતા. અહીં 50 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીને જોવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા છે. તેમની સાથે મંત્રીઓ સુરેશ ખન્ના અને સૂર્ય પ્રતાપ શાહી પણ સ્ટેજ પર હાજર છે. યોગીનું હેલિકોપ્ટર કાલિકા ધામ ડિગ્રી કોલેજના મેદાનમાં ઉતર્યું.

કાળા શર્ટ પહેરેલા લોકોને સભા સ્થળની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. સપા નેતા અજય ફૌજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે પોલીસે મને ઘરેથી ધરપકડ કરી છે અને મને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યો છે. બાબા સાહેબ આંબેડકર વાહિનીના જિલ્લા પ્રમુખ જિતેન્દ્ર યાદવ મલિકને રામનગર પોલીસે નજરકેદ કર્યા છે.
પ્રધાનમંત્રી તરીકે મોદીનો આ 51મો પ્રવાસ છે અને તેમના ત્રીજા કાર્યકાળમાં તેમનો ત્રીજો પ્રવાસ છે. મોદી દેશભરના 9.7 કરોડ ખેડૂતો માટે સન્માન નિધિના ૨૦મા હપ્તાના 20,500 કરોડ રૂપિયા પણ જાહેર કરશે.
ખાસ વાત એ છે કે કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો પણ મોદી દ્વારા વારાણસીથી બહાર પાડવામાં આવ્યો હતો. મોદી પોતાના હાથે કેટલાક દિવ્યાંગજનોને સાધનોનું વિતરણ કરશે. આ સાથે, તેઓ 2200 કરોડના 52 પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે. તેઓ વારાણસીના દાળ મંડી પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

PM મોદીએ આ પ્રસંગે કહ્યું કે કાશીના મારા માલિક જનતા-જર્નાદન.. શ્રાવણ મહિનો છે, કાશી છે… મારે દેશભરના ખેડૂતો સાથે જોડાવું છે. આનાથી મોટી તક શું હોઈ શકે. આજે હું ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર કાશી આવ્યો છું. જ્યારે 22 એપ્રિલે પહેલગામમાં હુમલો થયો હતો.
26 નિર્દોષ લોકોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી. તેમના પરિવારોની પીડા, તે દીકરીઓની વેદના…મારું હૃદય ખૂબ જ પીડાથી ભરાઈ ગયું. પછી હું બાબા વિશ્વનાથને પ્રાર્થના કરી રહ્યો હતો કે તે બધા અસરગ્રસ્ત પરિવારોને આ પીડા સહન કરવાની હિંમત આપે.
કાશીના મારા માલિકો, મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું છે. આ ફક્ત મહાદેવના આશીર્વાદથી જ પૂર્ણ થયું છે. હું ઓપરેશન સિંદૂરની સફળતા તેમના ચરણોમાં સમર્પિત કરું છું.